________________
८८ થકો, (પોતાના) આત્માને આત્મા વડે ધ્યાવે છે-કર્મ અને નોકર્મને ધ્યાતો નથી, (પોતે) 'ચેતયિતા (હોવાથી) એકત્વને જ ચિંતવે છે-ચેતે છે-અનુભવે છે, તે (આત્મા), આત્માને ધ્યાતો, દર્શનજ્ઞાનમય અને અનન્યમય થયો થકો અલ્પ કાળમાં જ કર્મથી રહિત આત્માને પામે છે. ૧. ચેતયિતા = ચેતનાર; દેખનાર-જાણનાર. ૨. અનન્યમય = અન્યમય નહિ એવો.
तेसिं हेदू भणिदा अज्झवसाणाणि सव्वदरिसीहिं। मिच्छत्तं अण्णाणं अविरयभावो य जोगो य॥ १९०॥ हेदुअभावे णियमा जायदि णाणिस्स आसवणिरोहो। आसवभावेण विणा जायदि कम्मस्स वि णिरोहो॥१९१॥ कम्मस्साभावेण य णोकम्माणं पि जायदि णिरोहो। णोकम्मणिरोहेण य संसारणिरोहणं होदि॥१९२॥ રાગાદિના હેતુ કહે સર્વજ્ઞ અધ્યવસાનને, -મિથ્યાત્વને અજ્ઞાન, અવિરતભાવ તેમ જ યોગને. ૧૦. હેતુઅભાવે જરૂર આસ્રવરોધ જ્ઞાનીને બને, આસવભાવ વિના વળી નિરોધ કર્મતણો બને; ૧૯૧. કર્મોતણા ય અભાવથી નોકર્મનું રોધન અને
નોકર્મના રોધન થકી સંસારસંરોધન બને. ૧૯૨. અર્થ તેમના (પૂર્વે કહેલા રાગમોહબ્રેષરૂપ આસવોના) હેતુઓ સર્વદર્શીઓએ મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતભાવ
અને યોગ -એ (ચાર) અધ્યવસાન કહ્યા છે. જ્ઞાનીને હેતુઓના અભાવે નિયમથી આમ્રવનો નિરોધ થાય છે, આગ્નવભાવ વિના કર્મનો પણ નિરોધ થાય છે, વળી કર્મના અભાવથી નોકર્મોનો પણ નિરોધ થાય છે, અને નોકર્મના નિરોધથી સંસારનો નિરોધ થાય છે.