________________
૮૭
જીવ જ્ઞાની જાણે આમ, પણ અજ્ઞાની રાગ જ જીવ ગણે,
આત્મસ્વભાવ - અજાણ જે અજ્ઞાનતમ - આચ્છાદને. ૧૮૫.
અર્થ ઃ જેમ સુવર્ણ અગ્નિથી તપ્ત થયું થયું પણ તેના સુવર્ણપણાને છોડતું નથી તેમ જ્ઞાની કર્મના ઉદયથી તમ થયો થકો પણ જ્ઞાનીપણાને છોડતો નથી. -આવું જ્ઞાની જાણે છે, અને અજ્ઞાની અજ્ઞાન-અંધકારથી આચ્છાદિત હોવાથી આત્માના સ્વભાવને નહિ જાણતો થકો રાગને જ આત્મા માને છે.
सुद्धं तु वियाणंतो सुद्धं चेवप्पयं लहदि जीवो ।
जाणतो दु असुद्धं असुद्धमेवप्पयं लहदि ॥ १८६ ॥
જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે; અણશુદ્ધ જાણે આત્મને અણશુદ્ધ આત્મ જ તે લહે. ૧૮૬.
અર્થ ઃશુદ્ધ આત્માને જાણતો-અનુભવતો જીવ શુદ્ધ આત્માને જ પામે છે અને અશુદ્ધ આત્માને જાણતોઅનુભવતો જીવ અશુદ્ધ આત્માને જ પામે છે.
अप्पाणमप्पणा रुंधिऊण दोपुण्णपावजोगेसु । दंसणणाणम्हि ठिदो इच्छाविरदो य अण्णम्हि ॥ १८७ ॥
जो सव्वसंगमुक्को झायदि अप्पाणमप्पणो अप्पा । ण वि कम्मं णोकम्मं चेदा चिंतेदि एयत्तं ॥ १८८ ॥
अप्पाणं झायंतो दंसणणाणमओ अण्णमओ । लहदि अचिरेण अप्पाणमेव सो कम्मपविमुक्कं ॥ १८९ ॥ પુણ્યપાપયોગથી રોકીને નિજ આત્મને આત્મા થકી, દર્શન અને જ્ઞાને ઠરી, પરદ્રવ્યઇચ્છા પરિહરી, ૧૮૭. જે સર્વસંગવિમુક્ત, ધ્યાવે આત્મને આત્મા વડે,-નહિ કર્મ કે નોકર્મ, ચેતક ચેતતો એકત્વને, ૧૮. તે આત્મ ધ્યાતો, જ્ઞાનદર્શનમય, અનન્યમયી ખરે,
બસ અલ્પ કાળે કર્મથી પ્રવિમુક્ત આત્માને વરે. ૧૯. અર્થ ઃ આત્માને આત્મા વડે બે પુણ્ય-પાપરૂપ શુભાશુભયોગોથી રોકીને દર્શનશાનમાં સ્થિત થયો થકો અને અન્ય(વસ્તુ)ની ઇચ્છાથી વિરમ્યો થકો, જે આત્મા, (ઇચ્છારહિત થવાથી) સર્વ સંગથી રહિત થયો