________________
૫૦૨ ૧. લિંગ પરનિરપેક્ષને = પરથી નિરપેક્ષ એવા (અંતર્બાહ્ય)લિંગને;
પરને નહિ અવલંબનારા એવા લિંગને. ૨. રૂપે યથાજાતક = (આંતરલિંગ-અપેક્ષાએ) યથાનિષ્પન્ન-સહજ-સ્વાભાવિક
નિરુપાધિક રૂપવાળા; (બાહ્યલિંગ-અપેક્ષાએ) જન્મ્યા પ્રમાણેના રૂપવાળા. ૩. સુસંયત = સારી રીતે સંયતસુસંયમયુક્ત. कुच्छियदेवं धम्मं कुच्छियलिंगं च वंदए जो दु। लज्जाभयगारवदो मिच्छादिट्ठी हवे सो हु॥९२॥ જે દેવ કુત્સિત, ધર્મ કુત્સિત, લિંગ કુત્સિત વંદતા, ભય, શરમ વા ગારવ થકી, તે જીવ છે મિથ્યાત્વમાં. ૯૨. ૧. કુત્સિત = નિંદિત, ખરાબ, અધમ. सपरावेक्खं लिंग राई देवं असंजयं वंदे। मण्णइ मिच्छादिट्ठी ण हु मण्णइ सुद्धसम्मत्तो॥९३॥ વંદન અસંયત, 'રક્ત દેવો, લિંગ સપરાપેક્ષને, -એ માન્ય હોય કુદષ્ટિને, નહિ શુદ્ધ સમ્યગ્દષ્ટિને. ૯૩. ૧. રક્ત = રાગી. ૨. સપરાપેક્ષ = પરની અપેક્ષાવાળા. सम्माइट्ठी सावय धम्मं जिणदेवदेसियं कुणदि। विवरीयं कुव्वंतो मिच्छादिट्ठी मुणेयव्वो॥९४ ॥ સમ્યક્ત્વયુત શ્રાવક કરે જિનદેવદેશિત ધર્મને; વિપરીત તેથી જે કરે, કુદષ્ટિ તે જ્ઞાતવ્ય છે. ૯૪. मिच्छादिट्ठी जो सो संसारे संसरेइ सुहरहिओ। जम्मजरमरणपउरे दुक्खसहस्साउले जीवो॥९५॥ કુદષ્ટિ જે, તે સુખવિહીન પરિભ્રમે સંસારમાં, જર-જન્મ-મરણપ્રચુરતા, દુખગણસહસ્ત્ર ભર્યા જિહાં. ૯૫. सम्म गुण मिच्छ दोसो मणेण परिभाविऊण तं कुणसु। जं ते मणस्स रुच्चइ किं बहुणा पलविएणं तु॥९६ ॥