________________
૪૯૬ જીવ જાણવો દુષ્કર પ્રથમ, પછી ભાવના દુષ્કર અરે ! ‘ભાવિતનિજાત્મસ્વભાવને દુષ્કર વિષયવૈરાગ્ય છે. ૬૫. ૧. ભાવના = આત્માને ભાવવા તે; આત્મસ્વભાવનું ભાવન કરવું તે. ૨. ભાવિતનિજાત્મસ્વભાવને = જેણે નિજાત્મસ્વભાવને ભાવ્યો છે તે જીવને,
જેણે નિજ આત્મસ્વભાવનું ભાવન પ્રાપ્ત કર્યું છે તે જીવને. ताम ण णज्जइ अप्पा विसएसु णरो पवट्टए जाम। विसए विरत्तचित्तो जोई जाणेइ अप्पाणं ॥६६॥ આત્મા જણાય ન, જ્યાં લગી વિષયે પ્રવર્તન નર કરે; 'વિષયે વિરક્તમનસ્ક યોગી જાણતા નિજ આત્મને. ૬૬. ૧. વિષયે વિરક્તમનસ્ક = જેમનું મન વિષયોમાં વિરક્ત છે એવા;
વિષયો પ્રત્યે વિરક્ત ચિત્તવાળા. अप्पा णाऊण णरा केई सब्भावभावपन्भट्ठा। हिंडंति चाउरंग विसएसु विमोहिया मूढा ॥६७॥ નર કોઈ, આતમ જાણી, આતમભાવનાપ્રચુતપણે, 'ચતુરંગ સંસારે ભમે વિષયે વિમોહિત મૂઢ એ. ૬૭. ૧. ચતુરંગ સંસારે = ચતુર્ગતિ સંસારમાં. जे पुण विसयविरत्ता अप्पा णाऊण भावणासहिया। छंडंति चाउरंगं तवगुणजुत्ता ण संदेहो॥६८॥ પણ વિષયમાંહી વિરક્ત, આતમ જાણી ભાવયુક્ત જે, નિઃશંક તે તપગુણસહિત છોડે ચતુર્ગતિભ્રમણને. ૬૮. ૧. ભાવનયુક્ત = આત્મભાવનાથી યુક્ત. ૨. નિઃશંક = ચોક્કસ; ખાતરીથી. परमाणुपमाणं वा परदव्वे रदि हवेदि मोहादो। सो मूढो अण्णाणी आदसहावस्स विवरीओ॥६९॥ પરદ્રવ્યમાં અણુમાત્ર પણ રતિ હોય જેને મોહથી, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત આત્મસ્વભાવથી. ૬૯.