________________
૪૭૫.
રે! આક્રમે ન જરા, ગદાગ્નિ દહેન તનકુટિ જ્યાં લગી, બળ ઇન્દ્રિયોનું નવ ઘટે, કરી લે તું નિજહિત ત્યાં લગી. ૧૨. ૧. આક્રમે = આક્રમણ કરે; હલ્લો કરે; ઘેરી વળે, પકડે. ૨. ગદાગ્નિ = રોગરૂપી અગ્નિ. ૩. તનકુટિ = કાયારૂપી ઝૂંપડી. छज्जीव छडायदणं णिचं मणवयणकायजोएहिं। कुरु दय परिहर मुणिवर भावि अपुव्वं महासत्तं ॥ १३३॥ છ અનાયતન તજ, કર દયા ષજીવની ત્રિવિધ સદા, મહાસત્ત્વને તું ભાવ રે! ‘અપૂરવપણે હે મુનિવર ! ૧૩૩. ૧. ત્રિવિધ = મન-વચન-કાયયોગથી. ૨. અપૂરવપણે = અપૂર્વપણે. दसविहपाणाहारो अणंतभवसायरे भमंतेण। भोयसुहकारणटुं कदो य तिविहेण सयलजीवाणं ॥ १३४॥ ભમતાં 'અમિત ભવસાગરે, તેં ભોગસુખના હેતુએ સહુ જીવ-દશવિધપ્રાણનો આહાર કીધો ત્રણવિધે. ૧૩૪. ૧. અમિત = અનંત. पाणिवहेहि महाजस चउरासीलक्खजोणिमज्झम्मि। उप्पजत मरंतो पत्तो सि णिरंतरं दुक्खं ॥ १३५ ॥ પ્રાણીવધોથી હે મહાયશ ! યોનિ લખ ચોરાશીમાં ઉત્પત્તિના ને મરણનાં દુઃખો નિરંતર તેં લહ્યાં. ૧૩૫. जीवाणमभयदाणं देहि मुणी पाणिभूयसत्ताणं। कल्लाणसुहणिमित्तं परंपरा तिविहसुद्धीए॥१३६॥ તું ભૂત-પ્રાણી-સત્ત્વ-જીવને ત્રિવિધ શુદ્ધિ વડે મુનિ! દે અભય, જે કલ્યાણ સૌખ્યનિમિત્તે પારંપર્યથી. ૧૩૬. ૧. અભય = અભયદાન. ૨. કલ્યાણ = તીર્થંકરદેવના કલ્યાણક. ૩. પારંપર્યથી = પરંપરાએ.