________________
૪૬૪
છે 'ગલિતમાનકષાય, મોહ વિનષ્ટ થઈ સમચિત્ત છે, તે જીવ ત્રિભુવનસાર બોધિ લહે જિનેશ્વરશાસને. ૭૮.
૧. ગલિતમાનકષાય = જેનો માનકષાય નષ્ટ થયો છે એવો.
૨. સમચિત્ત = જેનું ચિત્ત સમભાવવાળું છે એવો. ૩. ત્રિભુવનસાર = ત્રણ લોકમાં સારભૂત.
विसयविरत्तो समणो छद्दसवरकारणाइं भाऊण । तित्थयरणामकम्मं बंधइ अइरेण कालेण ॥ ७९ ॥ વિષયે વિરત મુનિ સોળ ઉત્તમ કારણોને ભાવીને, બાંધે 'અચિર કાળે કરમ તીર્થંકરત્વ - સુનામને. ૭૯.
૧. અચિર કાળે = અલ્પ કાળે.
बारसविहतवयरणं तेरसकिरियििाउ भाव तिविहेण । धरहि मणमत्तदुरियं णाणंकुसएण मुणिपवर ॥ ८० ॥ તું ભાવ બાર-પ્રકાર તપ ને તેર કિરિયા `ત્રણવિધે, વશ રાખ મન-ગજ મત્તને મુનિપ્રવર ! જ્ઞાનાકુંશ વડે. ૮૦.
૧. ત્રણવિષે – ત્રણ પ્રકારે અર્થાત્ મન-વચન-કાયાથી.
=
૨. મન-ગજ મત્તને = મનરૂપી મદમાતા હાથીને.
पंचविहचेलचायं खिदिसयणं दुविहसंजमं भिक्खू ।
भावं भावियपुव्वं जिणलिंगं णिम्मलं सुद्धं ॥ ८१ ॥
'ભૂશયન, ભિક્ષા, દ્વિવિધ સંયમ, પંચવિધ-પટત્યાગ છે, છે ભાવ ભાવિતપૂર્વ, તે જિનલિંગ નિર્મળ શુદ્ધ છે. ૮૧.
૧. ભૂશયન = ભૂમિ પર સૂવું તે.
૨. પંચવિધ -પટત્યાગ = પાંચ પ્રકારના વસ્ત્રોનો ત્યાગ.
૩. છે ભાવ ભાવિતપૂર્વ = જ્યાં ભાવ (શુદ્ધ ભાવ) પૂર્વે ભાવવામાં આવ્યો હોય છે;
જ્યાં પહેલાં યથોચિત શુદ્ધભાવરૂપ પરિણમન થયું હોય છે.
जह रयणाणं पवरं वज्जं जह तरुगणाण गोसीरं ।
तह धम्माणं पवरं जिणधम्मं भाविभवमहणं ॥ ८२ ॥