________________
૪૫૮ भावेण होइ लिंगी ण हु लिंगी होइ दव्वमित्तेण। तम्हा कुणिज्ज भावं किं कीरइ दव्वलिंगेण ॥४८॥ છે ભાવથી લિંગી, ન લિંગી દ્રવ્યલિંગથી હોય છે; તેથી ધરો રે! ભાવને, દ્રવલિંગથી શું સાધ્ય છે? ૪૮. दंडयणयरं सयलं डहिओ अभंतरेण दोसेण। जिणलिंगेण वि बाहू पडिओ सो रउरवे णरए ॥४९॥ . દંડકનગર કરી દગ્ધ સઘળું દોષ અત્યંતર વડે, જિનલિંગથી પણ બાહુએ ઊપજ્યા નરક રૌરવ વિષે. ૪૯. अवरो वि दव्वसवणो दंसणवरणाणचरणपन्भट्ठो। दीवायणो त्ति णामो अणंतसंसारिओ जाओ॥५०॥ વળી એ રીતે બીજા દરવસાધુ દ્રીપાયન નામના, વરજ્ઞાનદર્શનચરણભ્રષ્ટ, અનંતસંસારી થયા. ૫૦. भावसमणो य धीरो जुवईजणवेढिओ विसुद्धमई। णामेण सिवकुमारो परित्तसंसारिओ जादो॥५१॥ બહુયુવતિજનવેષ્ટિત છતાં પણ ધીરશુમતિઅહા! એ ભાવસાધુ શિવકુમાર ‘પરીતસંસારી થયા. ૫૧.
૧. વેષ્ટિત = વિંટળાયેલા.
૨. પરીતસંસારી = પરિમિત સંસારવાળા, અલ્પસંસારી.
केवलिजिणपण्णत्तं एयादसअंग सयलसुयणाणं। पढिओ अभव्वसेणो ण भावसवणत्तणं पत्तो॥५२॥ જિનવરકથિત એકાદશાંગમયી સકલ શ્રુતજ્ઞાનને ભણવા છતાંય અભવ્યસેન ન પ્રાપ્ત ભાવમુનિત્વને. પર.
૧. એકાદશાંગ = અગિયાર અંગ.