________________
૪૫૬
પ્રત્યેક અંગુલ છનું જાણો રોગ માનવદેહમાં; તો કેટલા રોગો, કહો, આ અખિલ દેહ વિષે, ભલા ! ૩૭.
ते रोया वि य सयला सहिया ते परवसेण पुव्वभवे । एवं सहसि महाजस किं वा बहुएहिं लविएहिं ॥ ३८ ॥ એ રોગ પણ સઘળા સહ્યા તેં પૂર્વભવમાં પરવશે; તું સહી રહ્યો છે આમ, યશધર; અધિક શું કહીએ તને ? ૩૮.
पित्तंतमुत्तफेफसकालिज्जयरुहिरखरिसकिमिजाले । उयरे वसिओ सि चिरं णवदसमासेहिं पत्तेहिं ॥ ३९ ॥
મળ-મૂત્ર-'શોણિત-પિત્ત, ‘કરમ, બરોળ, યકૃત, આંત્રજ્યાં, ત્યાં માસ નવ-દશ તું વસ્યો બહુ વાર જનની -ઉદરમાં. ૩૯. ૧. શોણિત = લોહી. ૨. કરમ = કૃમિ.
૩. યકૃત = કલેજું.
૪. આંત્ર = આંતરડાં.
दियसंगट्ठियमसणं आहारिय मायभुत्तमण्णांते । छद्दिखरिसाण मज्झे जढरे वसिओ सि जणणीए ॥ ४० ॥ જનની તણું ચાવેલ ને ખાધેલ એઠું ખાઈને, તું જનની કેરા જઠરમાં વમનાદિમધ્ય વસ્યો અરે ! ૪૦. सिसुकाले य अयाणे असुईमज्झम्मि लोलिओ सि तुमं । असुई असिया बहुसो मुणिवर बालत्तपत्तेण ॥ ४१ ॥ તું અશુચિમાં લોટ્યો ઘણું શિશુકાળમાં અણસમજમાં, મુનિવર ! અશુચિ આરોગી છે બહુ વાર તે બાલત્વમાં. ૪૧.
मंसट्ठिसुक्कसोणियपित्तंतसवत्तकुणिमदुग्गंधं । खरिसवसपूय खिब्भिस भरियं चिंतेहि देहउडं ॥ ४२ ॥ 'પલ-પિત્ત-શોણિત-આંત્રથી દુર્ગંધ શબ સમ જ્યાં વે, ચિંતવ તું પીપ - વસાદિ - અશુચિભરેલ કાયાકુંભને. ૪૨. ૨. પીપ-વસાદિ = પુરુ, ચરબી વગેરે.
૧. પલ = માંસ,