________________
૪૫૦ जाणहि भावं पढमं किं ते लिंगेण भावरहिएण। पंथिय सिवपुरिपंथं जिणउवइटुं पयत्तेण॥६॥ છે ભાવ પરથમ, ભાવવિરહિત લિંગથી શું કાર્ય છે? હે પથિક! શિવનગરી તણો પથયિત્ન પ્રાપ્ય કહ્યો જિને. ૬. ૧. યત્ન = પ્રયત્ન (શુદ્ધભાવરૂપ) ઉધમ. भावरहिएण सपुरिस अणाइकालं अणंतसंसारे। गहिउज्झियाई बहुसो बाहिरणिग्गंथरूवाई॥७॥ સપુરુષ! કાળ અનાદિથી નિઃસીમ આ સંસારમાં બહુ વાર ભાવ વિના બહિર્નિગ્રંથ રૂ૫ ગ્રહ્યાં-તજ્યાં. ૭. भीसणणरयगईए तिरियगईए कुदेवमणुगइए। पत्तो सि तिब्वदुक्खं भावहि जिणभावणा जीव ॥८॥ ભીષણ નરક, તિર્યંચ તેમ કુદેવ - માનવજન્મમાં, તેં જીવ! તીવ્ર દુખો સહ્યાં; તું ભાવ રે ! જિનભાવના. ૮. सत्तसु णरयावासे दारूणभीमाई असहणीयाइं। भुत्ताई सुइरकालं दुःक्खाई णिरंतरं सहियं ॥९॥ ભીષણ સુતીવ્ર અસહ્ય દુઃખો સત નરકાવાસમાં, બહુ દીર્ઘ કાળપ્રમાણ તેં વેદ્યાં, 'અછિન્નપણે સહ્યાં. ૯. ૧. અછિન્ન = સતત, નિરંતર. खणणुत्तावणवालण वेयणविच्छेयणाणिरोहं च। पत्तो सि भावरहिओ तिरियगईए चिरं कालं ॥१०॥ રે! ખનન-‘ઉત્તાપન-પ્રજાલન-વીજન-"છેદ-નિરોધનાં ચિરકાળ પામો દુઃખ ભાવવિહીન તું તિર્યંચમાં. ૧૦ ૧. ખનન = ખોદવાની ક્રિયા. ૨. ઉત્તાપન = તપાવવાની ક્રિયા. ૩. પ્રજાલન = પ્રજાળવાની ક્રિયા. ૪. વજન = પંખાથી પવન નાખવાની ક્રિયા. ૫. છેદ = કાપવાની ક્રિયા. ૬. નિરોધ = બંધનમાં રાખવાની ક્રિયા.