________________
૪૪૯
૫. ભાવપ્રાકૃત
णमिऊण जिणवरिदे णरसुरभवणिंदवंदिए सिद्धे। वोच्छामि भावपाहुडमवसेसे संजदे सिरसा ॥१॥ સુર-અસુર-નરપતિવંદ જિનવર-ઇન્દ્રને, શ્રી સિદ્ધને, મુનિ શેષને શિરસા નમી કહું ભાવપ્રાકૃત – શાસ્ત્રને. ૧. भावो हि पढमलिंगंण दव्वलिंगं च जाण परमत्थं । भावो कारणभूदो गुणदोसाणं जिणा बेंति॥२॥ છે ભાવ પરથમ લિંગ, દ્રવમય લિંગ નહિ પરમાર્થ છે; ગુણદોષનું કારણ કહ્યો છે ભાવને શ્રી જિનવરે. ૨. भावविसुद्धिणिमित्तं बाहिरगंथस्स कीरए चाओ। बाहिरचाओ विहलो अभंतरगंथजुत्तस्स ॥३॥ રે! ભાવશુદ્ધિનિમિત્ત બાહિર-ગ્રંથ ત્યાગ કરાય છે; છે વિફળ બાહિર-ત્યાગ ‘આંતર-ગ્રંથથી સંયુક્તને. ૩. ૧. વિફળ = નિષ્ફળ. ૨. આંતર-ગ્રંથ = અત્યંતર પરિગ્રહ. भावरहिओ ण सिज्झइ जइ वि तवं चरइ कोडिकोडीओ। जम्मंतराइ बहुसो लंबियहत्थो गलियवत्थो॥४॥ છો કોટિકોટિ ભવો વિષે નિર્વસ્ત્ર લંબિતકર રહી પુષ્કળ કરે તપ, તોય ભાવવિહીનને સિદ્ધિ નહીં. ૪. ૧. લંબિતકર = નીચે લટકાવેલા હાથવાળા. परिणामम्मि असुद्धे गंथे मुंञ्चेइ बाहिरे य जई। बाहिरगंथच्चाओ भावविहूणस्स किं कुणइ ॥५॥ પરિણામ હોય અશુદ્ધ ને જો બાહ્ય ગ્રંથ પરિત્યજે, તો શું કરે એ બાહ્યનો પરિત્યાગ ભાવવિહીનને. ૫.