________________
૪૪૦
'શર-અજ્ઞ વેધ્ય-અજાણ જેમ કરે ન પ્રાપ્ત નિશાનને,
અજ્ઞાની તેમ કરે ન લક્ષિત મોક્ષપથના લક્ષ્યને. ૨૧.
૧. શર-અજ્ઞ = બાણવિદ્યાના અજાણ.
૨. વેધ્ય-અજાણ = નિશાનસંબંધી અજાણ.
णा पुरिसस्स हवदि लहदि सुपुरिसो वि विणयसंजुत्तो । णाणेण लहदि लक्खं लक्खंतो मोक्खमग्गस्स ।। २२ ।।
રે ! જ્ઞાન નરને થાય છે; તે, સુજન તેમ વિનીતને; તે જ્ઞાનથી, કરી લક્ષ, પામે મોક્ષપથના લક્ષ્યને. ૨૨.
मइधणुहं जस्स थिरं सुदगुण बाणा सुअत्थि रयणत्तं । परमत्थबद्धलक्खो णवि चुक्कदि मोक्खमग्गस्स ॥ २३ ॥ મતિ ચાપ થિર, શ્રુત દોરી, જેનેરત્નત્રય‘શુભબાણ છે, પરમાર્થ જેનું લક્ષ્ય છે, તે મોક્ષમાર્ગ નવ ચૂકે. ૨૩.
૧. ચાપ = ધનુષ્ય.
૨. શુભ = - સારું.
सो देवो जो अत्थं धम्मं कामं सुदेइ णाणं च । सो देइ जस्स अत्थि हु अत्थो धम्मो य पव्वज्जा ॥ २४ ॥
તે દેવ, જે સુરીતે ધરમ ને અર્થ, કામ, સુજ્ઞાન દે; તે વસ્તુ દે છે તે જ, જેને ધર્મ-દીક્ષા-અર્થ છે. ૨૪.
धम्मो दयाविसुद्धो पव्वज्जा सव्वसंगपरिचत्ता । देवो ववगयमोहो उदयकरो भव्वजीवाणं ॥ २५ ॥ તે ધર્મ જેહ દયાવિમળ, દીક્ષા પરિગ્રહમુક્ત જે, તે દેવ જે નિર્મોહ છે ને ઉદય ભવ્ય તણો કરે. ૨૫. वयसम्मत्तविसुद्धे पंचेंदियसंजदे णिरावेक्खे। ण्हाएउ मुणी तित्थे दिक्खासिक्खासुण्हाणेण ॥ २६ ॥