________________
૪૩૮
દગ-જ્ઞાન-નિર્મળચરણધરની ભિન્ન જંગમ કાય જે, -નિગ્રંથ ને વીતરાગ, તે પ્રતિમા કહી જિનશાસને. ૧૦. जं चरदि सुद्धचरणं जाणइ पिच्छेइ सुद्धसम्मत्तं । सा होई वंदणीया णिग्गंथा संजदा पडिमा ॥११॥ જાણે-જુએ નિર્મળ સુદગ સહ, ચરણ નિર્મળ આચરે, તે વંદનીય નિગ્રંથ - સંતરૂપ પ્રતિમા જાણજે. ૧૧.
૧. સુદગ = સમ્યગ્દર્શન.
दंसणअणंतणाणं अणंतवीरिय अणंतसुक्खा य। सासयसुक्ख अदेहा मुक्का कम्मट्ठबंधेहिं ॥१२॥ निरुवममचलमखोहा णिम्मिविया जंगमेण रूवेण। सिद्धट्ठाणम्मि ठिया वोसरपडिमा धुवा सिद्धा॥१३॥ 'નિઃસીમ દર્શન - જ્ઞાન ને સુખ-વીર્ય વર્તે જેમને, શાશ્વત સુખી, અશરીર ને કર્માષ્ટબંધવિમુક્ત જે, ૧૨. અક્ષોભ-નિરુપમ-અચલ-ધ્રુવ, ઉત્પન્ન જંગમ રૂપથી, તે સિદ્ધ સિદ્ધિસ્થાનસ્થિત, વ્યુત્સર્ગપ્રતિમા જાણવી. ૧૩. ૧. નિઃસીમ = અનંત. ૨. વ્યુત્સર્ગપ્રતિમા = કાયોત્સર્ગમય પ્રતિમા. दंसेइ मोक्खमग्गं सम्मत्तं संजमं सुधम्मं च। णिग्गंथं णाणमयं जिणमग्गे दंसणं भणियं ॥१४॥ દર્શાવતું સંયમ-સુદગ-સદ્ધર્મરૂપ, નિગ્રંથ ને 'જ્ઞાનાત્મ મુક્તિમાર્ગ, તે દર્શન કહ્યું જિનશાસને. ૧૪. ૧. જ્ઞાનાત્મ = જ્ઞાનમય. जह फुल्लं गंधमयं भवदि हु खीरं स घियमयं चावि। तह दंसणं हि सम्मं णाणमयं होइ रूवत्थं ॥१५॥