________________
૪૩૭ આયત્ત છે મન-વચન-કાયા ઇન્દ્રિવિષયો જેહને, તે સંયમીનું રૂપ ભાનું આયતન જિનશાસને. ૫. ૧. આયત્ત = આધીન, વશીભૂત मयरायदोस मोहो कोहो लोहो य जस्स आयत्ता। पंचमहन्वयधारी आयदणं महरिसी भणियं ॥६॥ આયત્ત જસ મદ-ક્રોધ-લોભ વિમોહનરાગ-વિરોધ છે, ઋષિવર્ય પંચમહાવ્રતી તે આયતન નિર્દિષ્ટ છે. ૬. सिद्धं जस्स सदत्थं विसुद्धझाणस्स णाणजुत्तस्स। सिद्धायदणं सुद्धं मुणिवरवसहस्स मुणिदत्थं ॥७॥ સુવિશુદ્ધધ્યાની, જ્ઞાનયુત, જેને સુસિદ્ધ 'સદર્થ છે, મુનિવરવૃષભ તે મળરહિત સિદ્ધાયતન વિદિતાર્થ છે. ૭. ૧. સદર્થ = સતુ અર્થ. ૨. વિદિતાર્થ = જે સમસ્ત પદાર્થોને જાણે છે એવું. बुद्धं जं बोहंतो अप्पाणं चेदयाइं अण्णं च। पंचमहव्वयसुद्धं णाणमयं जाण चेदिहरं॥८॥ સ્વાત્મા-પરાત્મા-અન્યને જે જાણતાં જ્ઞાન જ રહે, છે ચૈત્યગૃહ, તે જ્ઞાનમૂર્તિ, શુદ્ધ પંચમહાવ્રત. ૮ चेइय बंधं मोक्खं दुक्खं सुक्खं अप्पयं तस्स। चेइहरं जिणमग्गे छक्कायहियंकरं भणियं ॥९॥ ચેતન સ્વયં, સુખ-દુઃખ-બંધન-મોક્ષ જેને 'અલ્પ છે, પટ્ટાયહિતકર તેહ ભાખ્યું ચૈત્યગૃહ જિનશાસને. ૯. ૧. અલ્પ = ગૌણ. सपरा जंगमदेहा सणणाणेण सुद्धचरणाणं। णिग्गंथवीयराया जिणमग्गे एरिसा पडिमा॥१०॥