________________
૪૨૫ ત્રણ ગુપ્તિ, પંચ મહાવ્રતે જે યુક્ત, સંયત તેહ છે; નિગ્રંથ મુક્તિમાર્ગ છે તે; તે ખરેખર વંઘ છે. ૨૦. दुइयं च उत्त लिंग उक्किटें अवरसावयाणं च। भिक्खं भमेइ पत्ते समिदीभासेण मोणेण॥२१॥ બીજું કહ્યું છે લિંગ ઉત્તમ શ્રાવકોનું શાસને; તે વાક્સમિતિ વા મીયુક્ત સપાત્રને ભિક્ષાટન કરે. ૨૧. ૧. વાક્સમિતિ = વચન સમિતિ लिंगं इत्थीण हवदि भुंजइ पिंडं सुएयकालम्मि। अज्जिय वि एक्कवत्था वत्थावरणेण भुंजेदि॥२२॥ છે લિંગ એક સ્ત્રીઓ તણું, 'એકાશની તે હોય છે; આર્યાય એક ધરે વસન, વસ્ત્રાવૃતા ભોજન કરે. ૨૨. ૧. એકાશની = એક વખત ભોજન કરનાર. ૨. વસન = વસ્ત્ર.
ण वि सिज्झदि वत्थधरो जिणसासणे जइ वि होइ तित्थयरो। णग्गो विमोक्खमग्गो सेसा उम्मग्गया सव्वे ॥२३॥ નહિ વસ્ત્રધર સિદ્ધિ લહે, તે હોય તીર્થકર ભલે, બસ નગ્ન મુક્તિમાર્ગ છે, બાકી બધા ઉન્માર્ગ છે. ૨૩ लिंगम्मि य इत्थीणं थणंतरे णाहिकक्खदेसेसु। भणिओ सुहुमो काओ तासिं कह होइ पव्वज्जा ॥२४॥ સ્ત્રીને સ્તનોની પાસ, કક્ષે, યોનિમાં, નાભિ વિષે, બહુ સૂક્ષ્મ જીવ કહેલ છે; કયમ દીક્ષા હોય તેમને? ૨૪. जइ दंसणेण सुद्धा उत्ता मग्गेण सावि संजुत्ता। घोरं चरिय चरित्तं इत्थीसुण पव्वया भणिया॥२५॥