________________
૪૧૫ દભ્રષ્ટ, જ્ઞાને ભ્રષ્ટ ને ચારિત્રમાં છે ભ્રષ્ટ જે, તે ભ્રષ્ટથી પણ ભ્રષ્ટ છે ને નાશ અન્ય તણો કરે. ૮. जो कोवि धम्मसीलो संजमतवणियमजोगगुणधारी। तस्स य दोस कहंता भग्गा भग्गत्तणं दिति ॥९॥ જે ધર્મશીલ, સંયમ-નિયમ-તપ-યોગ-ગુણ ધરનાર છે, તેનાય ભાખી દોષ, ભ્રષ્ટ મનુષ્ય દે ભ્રષ્ટવને. ૯. जह मूलम्मि विणढे दुमस्स परिवार णत्थि परिवड्डी। तह जिणदंसणभट्ठा मूलविणट्ठा ण सिझंति॥१०॥
જ્યમ મૂળનાશે વૃક્ષના પરિવારની વૃદ્ધિ નહીં, જિનદર્શનાત્મક મૂળ હોય વિનષ્ટ તો સિદ્ધિ નહીં. ૧૦. जह मूलाओ खंधो साहापरिवार बहुगुणो होइ। तह जिणदंसण मूलो णिहिट्ठो मोक्खमग्गस्स ॥११॥
જ્યમ મૂળ દ્વારા સ્કંધ ને શાખાદિ બહુગુણ થાય છે, ત્યમ મોક્ષપથનું મૂળ જિનદર્શન કર્યું જિનશાસને. ૧૧. जे दंसणेसु भट्ठा पाए पाडंति दंसणधराणं। ते होंति लल्लमूआ बोही पुण दुल्लहा तेसिं ॥१२॥ દભ્રષ્ટ જે નિજ પાય પાડે દષ્ટિના ધરનારને, તે થાય મૂંગા, ખંડભાષી, બોધિ દુર્લભ તેમને. ૧૨. ૧. ખંડભાષી = અસ્પષ્ટ ભાષાવાળા; તૂટક ભાષાવાળા. जे वि पडंति य तेंसि जाणंता लज्जगारवभयेण। तेसिं पि णत्थि बोही पावं अणुमोयमाणाणं ॥१३॥ વળી જાણીને પણ તેમને ગારવ-શરમ-ભયથીનમે, તેનેય બોધિ-અભાવ છે પાપાનુમોદન હોઈને. ૧૩. ૧.ગારવ = (રસ-ઋદ્ધિ-શાતા સંબંધી) ગર્વ મસ્તાઈ.