________________
પ્રકરણ ૧૮
શ્રી અષ્ટપાહુડ
श्री परमात्मने नमः ।
શ્રીમદ્ ભગવકુંદકુંદાચાર્યદેવ પ્રણીત
શ્રી
અટપાહુડ ગાથા
૧. દર્શનપ્રામૃત
काऊण णमुक्कारं जिणवरवसहस्स वड्ढमाणस्स । दंसणमग्गं वोच्छामि जहाकम्मं समासेण ॥ १ ॥ પ્રારંભમાં કરીને નમન `જિનવરવૃષભ મહાવીરને, સંક્ષેપથી હું યથાક્રમે ભાખીશ દર્શનમાર્ગને. ૧. ૧. જિનવરવૃષભ = તીર્થંકર.
दंसणमूलो धम्मो उवइट्ठो जिणवरेहिं सिस्साणं । तं सोऊण सकण्णे दंसणहीणो ण वंदिव्वो ॥ २॥
રે ! ધર્મ `દર્શનમૂલ ઉપદેશ્યો જિનોએ શિષ્યને; તે ધર્મ નિજ કર્ણે સુણી દર્શનરહિત નહિ વંદ્ય છે. ૨.
૧. દર્શનમૂલ = સમ્યગ્દર્શન જેનું મૂળ છે એવો.
दंसणभट्ठा भट्ठा दंसणभट्ठस्स णत्थि णिव्वाणं । सिज्झति चरियभट्ठा दंसणभट्ठा ण सिज्झति ॥ ३ ॥