________________
૩૪૧
૩. શુદ્ધભાવ અધિકાર
जीवादिबहित्तच्चं हेयमुवादेयमप्पणो अप्पा । कम्मोपाधिसमुब्भवगुणपज्जाएहिं वदिरित्तो ॥ ३८ ॥ છે બાહ્યતત્ત્વ જીવાદિ સર્વે હેય, આત્મા ગ્રાહ્ય છે, -જે કર્મથી ઉત્પન્ન ગુણપર્યાયથી વ્યતિરિક્ત છે. ૩૮.
અર્થ :જીવાદિ બાહ્યતત્ત્વ હેય છે; કર્મોપાધિજનિત ગુણપર્યાયોથી વ્યતિરિક્ત આત્મા આત્માને ઉપાદેય છે.
सहावठाणा माणवमाणभावठाणा वा ।
णो हरिसभावठाणा णो जीवस्साहरिस्सठाणा वा ॥ ३९ ॥
જીવને ન સ્થાન સ્વભાવનાં, માનાપમાન તણાં નહીં, જીવને ન સ્થાનો હર્ષનાં, સ્થાનો અહર્ષ તણાં નહીં. ૩૯.
અર્થ ઃ જીવને ખરેખર સ્વભાવસ્થાનો (-વિભાવસ્વભાવનાં સ્થાનો) નથી, માનાપમાનભાવનાં સ્થાનો નથી, હર્ષભાવન સ્થાનો નથી કે અહર્ષના સ્થાનો નથી.
णो ठिदिबंधाणा पयडिट्ठाणा पदेसठाणा वा ।
अणुभागट्ठाणा जीवस्स ण उदयठाणा वा ॥ ४० ॥
સ્થિતિબંધસ્થાનો, પ્રકૃતિસ્થાન, પ્રદેશનાં સ્થાનો નહીં, અનુભાગનાં નહિ સ્થાન જીવને, ઉદયનાં સ્થાનો નહીં. ૪૦.
અર્થ : જીવને સ્થિતિબંધસ્થાનો નથી, પ્રકૃતિસ્થાનો નથી, પ્રદેશસ્થાનો નથી, અનુભાગસ્થાનો નથી કે ઉદયસ્થાનો નથી.
णो खइयभावठाणा णो खयग्वसमसहावठाणा वा । ओदइयभावठाणा णो उवसमणे सहावठाणा वा ॥ ४१ ॥ સ્થાનો ન ક્ષાયિકભાવનાં, ક્ષાયોપશમિક તણાં નહીં, સ્થાનો ન ઉપશમભાવનાં કે ઉદયભાવ તણાં નહીં. ૪૧.
અર્થ : જીવને ક્ષાયિકભાવના સ્થાનો નથી, ક્ષયોપશમસ્વભાવના સ્થાનો નથી, ઔદયિકભાવના સ્થાનો નથી કે ઉપશમસ્વભાવના સ્થાનો નથી.