SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ / 88 / 2 294 IN 299 પરિવારજનોના ખૂબ હર્ષોલ્લાસપૂર્વક શ્રીકૃષ્ણ નેમિકુમારને સાથે લઈને છપ્પનકોટિ યાદવોની જાન સહિત ઉગ્રસેનરાજાને આંગણે પધાર્યા. રાજ મહેલની નજીક લગ્નમંડપને તોરણે આવતાં નેમિકુમારે પશુઓનો પોકાર સુણીને રથને ઊભો રાખ્યો. અવધિજ્ઞાનના બળે જાણતાં હોવા છતાં નેમિકુમાર પશુઓના આક્રંદનું કારણ જાણવા રથના સારથિને પૂછે છે, ઉત્તરમાં જાણવા મળ્યું કે “આપના વિવાહ નિમિત્તે સૌના ભોજન માટે આ પશુપક્ષીઓને અહીં લાવવામાં આવ્યા છે.” આ શબ્દો સાંભળતાં જ કરૂણાસાગર નેમિકુમારે પોતાનો રથ તે પ્રાણીઓની સમીપ લઈ જવા માટે સારથિને સૂચન કર્યું. નેમિકુમારનો રથ તે પશુઓના વાડાની નજીક પહોંચતાની સાથે જ નિર્દોષ પશુઓ ઊંચા થઈ થઈને આÁનયને પોતાની આંતરવ્યથાને ઠાલવતા હોય તેમ આતુરતાપૂર્વક ઊભા રહ્યા. નેમિકુમારે તેઓના નેત્રયુગલથી તેમની દયાજનક સ્થિતિને પામીને સૌ પશુ-પક્ષીઓને બંધનમુક્ત કરવાની આજ્ઞા ફરમાવીને પોતાનો રથ સ્વગૃહ તરફ પાછો વાળવાનો આદેશ ફરમાવ્યો. વાતાવરણ પલ બે પલમાં અત્યંત ગમગીન બની ગયું, ચોતરફ સન્નાટો ફેલાઈ ગયો, નેમિકુમારનો રથ પાછો વળતો જોઈને માતા-પિતા તથા અન્ય સગા-સંબંધીઓએ નેમિકુમારને રોકવાના ખૂબ પ્રયત્નો II 88 |
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy