SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ IYE નેમિભક્તામરના સર્જનની પૂર્વભૂમિક 2 9 6 = 8 % વર્તમાન અવસર્પિણીના બાવીસમા તીર્થંકર બાલબ્રહ્મચારી નેમિનાથ ભગવાનનો જન્મ શૌરીપુરી (શૌરીપુર)માં થયો હતો. નેમિકુમાર બાલ્યાવસ્થાથી જ વૈરાગ્યના રંગથી રંગાયેલા હોવાથી લગ્નગ્રંથીમાં બંધાઈ જવા માંગતા ન હતા, પરંતુ માતાપિતા તથા બંધુ શ્રીકૃષ્ણની ભાવના તેમને પરણાવવાની હતી. શ્રીકૃષ્ણ આ કાર્ય માટે નેમિકુમારને સમજાવીને મનાવવાની જવાબદારી પોતાની રાણીઓને સોંપી હતી. પાણિગ્રહણની ભાવના પ્રગટ કરવા આ રાણીઓએ દીયર નેમિકુમાર સાથે જલક્રીડા સમેત અનેકવિધ ચેષ્ટાઓ કરવાના પ્રયાસો કર્યા. પરંતુ અડગ મનના સ્વામિ નેમિકુમાર એક ના બે ન થયા. પોતાના બધાં જ દાવપેચો નિષ્ફળ જતાં જોઈને જ્યારે રાણીઓએ કટાક્ષપૂર્વક ઠપકાના અનેક કટુવચનોનો પ્રહાર કર્યો ત્યારે વૈરાગી નેમિકુમાર મૌન રહ્યા હોવા છતાં તેમના વદનકમલ ઉપર એક હળવું સ્મિત ફરકી ગયું. બસ ! આવી મુખમુદ્રા નિહાળીને “મૌનું અનુમત”ના ન્યાયે તેમના મૌનમાં રાણીઓએ તેમની વિવાહ કરવા માટેની સંમતિ માનીને શ્રીકૃષ્ણને વધામણી આપી. શ્રીકૃષ્ણ તથા સ્વજનોએ ઉગ્રસેનરાજાની રૂપ અને લાવણ્યની સાક્ષાત્ મૂર્તિ સમાન નવયૌવન કુંવરી રાજીમતીને નેમિકુમારને માટે યોગ્ય જાણીને તેની સાથે સગાઈ કરી. કાળક્રમે લગ્નનો દિવસ આવતાં સૌ m = ૧ ૨9 / 8 II
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy