SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિજયધર્મસૂરિ - ૨૩ જેની સંખ્યા લગભગ ૨૦૦૦૦ જેટલી છે, અને જેમાં લગભગ ૧૦૦૦૦ પુસ્તકે હસ્તલિખિત છે, તે “શ્રી વિજયધર્મલક્ષ્મી જ્ઞાનમંદિર' નામથી આગ્રામાં મોજુદ છે. આ રીતે બીજી સર્વ વસ્તુ પર મોહ ત્યાગી એક આસને સ્થિર થયા અને વીર વીરને જાપ જપતા અનંત ચતુર્દશીને ઉઘડતા પ્રભાતે તેમણે નશ્વરદેહને છોડી દીધે! મૂજરાતને એક સાચે સંત, કગી મહાન નરવીર સદાને માટે ચાલ્યા ગયે ! ડોકટરો બાજુએ જઈ અદ્ભપાત કરવા લાગ્યા. શિષ્યમંડળ શેકસાગરમાં ગરકાવ થઈ ગયું. આ સમાચાર વિજળી વેગે સારાએ હિંદુસ્તાનમાં ફેલાઈ ગયા. એશોસીએટેડ પ્રેસે આ સમાચાર દરિયા પારના દેશમાં પણ ભારે ત્વરાથી પહોંચાડી દીધા. - શિવપુરીના અઢારે વર્ણના લેક અને રાજ્યના અમલદારો એમના અગ્નિસંરકાર સમયે હાજર રહ્યા. ચંદનની ચિતામાં “જય જય નંદા ! જય જય ભદા!” ના વરે વચ્ચે એ મહાપુરુષની કાયા ભસ્મ બની ગઈ.
SR No.006026
Book TitleVijay Dharmsuri
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy