________________
અધ્યયન ૧
વિનય
[ “આચાર ] સંગ-આસકિતથી વિશેષપણે મુકત અને અનગાર-જે ગૃહીમાંથી અહી બને છે એવા ભિક્ષુને વિનય ' હું પરિપાટીપૂર્વક કરું છું. ૧
આજ્ઞા પાળનાર, ગુરુની પાસે રહેનાર, તથા ઇંગિત અને આકારથી સંપન્ન હોય તે (શિષ્ય) વિનીત કહેવાય છે. ૨
આજ્ઞા નહિ પાળનાર, ગુરુની પાસે નહિ રહેનાર, પ્રતિકૂલ, અને જેણે તત્વ જાણ્યું નથી એવો શિષ્ય) અવિનીત કહેવાય છે. ૩
જેમ સડેલા કાનવાળી કૂતરીને સર્વ સ્થળેથી હાંકી કાઢવામાં આવે છે તેમ દુ:શીલ, પ્રતિકૂલ અને વાચાળ (શિષ્ય)ને દૂર કરવામાં આવે છે. ૪
૧. વિનય એટલે આચાર. બૌદ્ધ ત્રિપિટકે પૈકી “ વિનયપિટક 'માં ભિક્ષુઓના આચારધર્મનું નિરૂપણ છે.
૨. મૂળના ફુનિયાને ને અર્થ ટીકાકારો “ગુરુના સૂક્ષ્મ તેમજ સ્થૂલ હાવભાવને અર્થ સમજનાર’ એ કરે છે.
संजोगा विप्पमुक्कस्स अणगारस्स भिक्खुणो । विणयं पाउकरिस्सामि आणुपुब्बि सुणेह मे आणानिद्देसकरे गुरूणमुववायकारए । इङ्गियागारसंपने से विणीए त्ति वुच्चई आणानिदेसगरे' गुरूणमणुक्वायकारए । पडिणीए असंबुद्धे अविणीए त्ति वुच्चई जहा सुणी पूइकण्णी निसिजइ सव्वसो । एवं दुस्सीलपडिणीए मुहरी निक्कसिज्जइ
૨. વારે રાત્ર