________________
દ્વાર ૨ જું (પાંચ વંદનનાં ૫ ઉદાહરણ) ૧૦૧
વંદનકર્મમાં શીતલાચાર્યનું દ્રષ્ટાન્ત છે શ્રીપુર નગરના શીતલ નામના રાજાએ શ્રી ઘમ ઘોષસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી, ગુરૂએ અનુક્રમે આચાર્ય પદવી આપી જેથી શીતલાચાર્ય એવા નામથી પ્રસિદ્ધ થયા. એ શીતલ રાજાની શગારમંજરી નામની બેનને ચાર પુત્ર હતા, તે શિંગારમંજરી પિતાના પુત્રને જ તમારા મામાએ સંસાર છોડી આત્મકલ્યા
ને માર્ગ ગ્રહણ કર્યો છે, અને સંસાર વસ્તુતઃ અસાર છે) ઇત્યાદિ ઉપદેશ નિરન્તર આપતી હતી, જેથી પુત્રએ પણ વૈરાગ્ય પામી કેઈ વિર પાસે દીક્ષા ગ્રહણ કરી અને ચારે ગીતાર્થ થયા ત્યારબાદ પિતાના મામા શીતલાચાર્યને વંદના કરવા માટે ગુરુ પાસેથી આજ્ઞા લઈ વિહાર કરી શીતલાચાર્ય જે નગરમાં હતા તે નગરે આવ્યા, પરંતુ સંધ્યા સમય થઈ જવાથી નગર બહાર રહી કે શ્રાવક દ્વારા પોતાના આચાર્યને ચાર ભાણેજ મુનિઓ વંદના કરવા આવ્યા છે એવા સમાચાર પહેચાડવા. અહિં રાત્રિને અવસરે દયાન દશામાં એ ચારે મુનિઓ કેવળજ્ઞાન પામ્યા તે વાતની શીતલાચાર્યને ખબર પડી નહીં, જેથી પ્રભાત થતાં ભાણેજ મુનિએ આવવાની ઘણી રાહ જેવા છતાં પણ આવ્યા નહિ ત્યારે શીતલાચાર્ય પોતેજ ભાણેજ મુનિઓ પાસે આવ્યા. ભાણેજ મુનિઓએ કેવલી હોવાથી શીતલાચાર્યને ગુરુ તરીકે ગ્ય સત્કાર ન કર્યો. તેથી શીતલાચાર્યે રેષ સહિત અવિનયી અને દુષ્ટ શિખ્યો જાણીને પોતે તેમને વંદના કરી, તે દ્રવ્ય વંવર્મ જાણવું. પછી કેવલિમુનિઓએ કહ્યું કે એ તે દ્રવ્યવંદના થઈ માટે હવે ભાવવંદના કરે, શીતલા –શી રીતે જાણ્યું? કેવલી-જ્ઞાનથી; શીતલાવ–કયા શાનથી ? કેવલી–અપ્રતિપાતી જ્ઞાનથી. એમ સાંભળતાં જ શીતલાચાર્યને ક્રોધ શાન્ત થયે, અને પિતાને અપરાધ ખમાવી પુનઃ ચારે મુનિને વંદના કરી, તેને પરિણામે શુભ ભાવે ચડતાં તેઓ પણ તુર્ત કેવળજ્ઞાન પામ્યા. એ શીતલાચાર્યની બીજી
૧ શ્રી જ્ઞાનાવિમલસૂરિકૃત બાલાવબોધમાં હસ્તિનાપુર ઇત્યાદિ નામે કહ્યાં છે, પરંતુ કોઈ ગ્રંથમાં ન દેખવાથી અહિં કહ્યાં નથી.