SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સુખનાં સરળ સાધને ] નાશ થઈ આપણે અમર્યાદ સામર્થ્યવાળા થઈ રહીએ છીએ. કચ્છમાં અને આપણામાં જે ભેદ છે તે આ જ છે. તેઓ પિતાના મૂળ કારણથી પિતાને અભેદ જાણતા હતા, અને આપણે તેથી ભેટવાળા છીએ એમ માનીએ છીએ. આપણું મૂળ કારણથી જુદા પડી આપણે વૃથા દુઃખને સહન કર્યા કરીએ છીએ. એ આપણું મૂળ કારણ અનંત શુભને મહેદધિ છે. એમાંથી કેઈ કાળે કાંઈ પણ ખૂટતું નથી. તેમ એ આપણું મૂળ કારણ આપણામાં પિતાના અનત સામર્થ્યને પ્રવાહ આવવા દેવા અતત્પર છે, એમ પણ નથી. જેમ દીપકને પ્રકાશ આપવો કે ન આપ, એવું હતું જ નથી,–તેના ઉપરનું આછાદન લઈ લેતાં તે તરત જ પ્રકાશ આપે છે–તેમ પરમાત્માને કેઈન ઉપર કૃપા કે અકૃપા એવું છે જ નહિ. અશ્રદ્ધા, સંશય, અને અજ્ઞાનની આડી ભીતે તોડી નાંખે, અને તરત જ તમે પરમતત્વની સાથે અભેદભાવને પામશે. તમારામાં પરમતત્વનું સામર્થ્ય તમારી ઈચ્છાનુસાર પ્રટશે. હાલ નહિ પ્રકટવામાં અજ્ઞાન જ કારણ છે. આજ સુધી આપણે આપણું આ મૂલ કારણની ઉપેક્ષા અને અનાદર કરી, બહારથી જ સુખને અને સામર્થ્યને શેપ્યું છે, અને તેમાં આપણે નિષ્ફળ થયા છીએ. આપણે પૂર્ણ તૃપ્તિને પામ્યા નથી. પૂર્ણ સુખને અને પૂર્ણ તૃપ્તિને પામવા આપણાં અંતઃકરણમાં અખંડ વેગ ઉડ્યા કરે છે. આ વેગ અન્ય કઈ નથી, પણ આપણા આત્માની પિતાના મૂળ કારણ પરમાત્મામાં અભેદ થવાની ઈચ્છા છે. એ વેગને અનુસરી જ્યાં સુધી આપણે પરમાત્મામાં એકતાને નહિ પ્રાપ્ત થઈએ ત્યાં સુધી એ વેગ શમવાને નથી. ત્યાંસુધી ગમે તેટલાં બાહ્ય સુખો આપણે સંપાદન કરીશું, તે પણ આપણને પૂર્ણ શાંતિ અને પૂર્ણ તૃપ્તિ પ્રાપ્ત થવાની નથી. આપણે આત્માદ્વારા, આપણું વાસ્તવ દ્વારા, આપણું મૂળ કારણ પરમાત્મામાં આપણે અભેદ થઈ શકીએ છીએ, અને તે દ્વારા પૂર્ણ જીવન, પૂર્ણ પ્રેમ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ સામર્થ્ય, પૂર્ણ સુખ, અને પૂર્ણ એશ્વર્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. કેવાં સાધવડે, કેવા ઉપાયથી આ આપણું મૂળ કારણમાં આપણે અભેદ થવું, એ જાણવું માત્ર હવે આપણે બાકી રહે છે. સર્વ શાસ્ત્રો આ વાતનો જ બંધ કરે છે. સાધને આ દિશામાં જ આપણને દોરે છે. એ આપણું મૂળ કારણમાંથી મળતા સામર્થ્યવડે, હવે પછીનાં પ્રકરણમાં આપણે આ સાધનને વિચાર કરીશું. તત્કાળ આપણે નિરંતર સ્મરણમાં રાખવાનું આ છે.
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy