SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રાવિનવવધવિચારરત્નાકર વિજયને પ્રાપ્ત કરવાની આશા રાખે છે, તે મનુષ્ય નિષ્ફળ જાય છે. દુઃખમાં બીજાની દયાની તમારે જરૂર છે, એવું જગતને જણાતાં તેઓ તમને નાલાયક ગણે છે, અને નાલાયકને જે પદ ઉચિત હોય છે, તે પદમાં જ તેઓ તમને મૂકે છે. યોગ્યતા જ આપણને વધારે ઊંચું પદ આપે છે, કંઈ દયાળુ મનુષ્યની દયા પ્રકટાવનારા શબ્દો દીન મુખ કરી બોલવાથી, તે શબ્દો વધારે ઊંચું પદ આપતા નથી. યોગ્યતા જ ઉદયને અથવા સુખને આપનાર છે, કંઈ ઉદાર મનુષ્યોને કરેલી દીનતાથી ભરેલી અરજીઓ નહિ. સ્વલ્પમાં જે તે સર્વોત્તમ થાય છે, અને સર્વોત્તમ થઈને બીજાઓ સાથે સર્વોત્તમ વર્તન ચલાવે છે, તેને જ સામું સર્વોત્તમ સુખ મળે છે. ૩૧૬. મારા ઉપર દયા કરે, મારા ઉપર કસણું કરે, મારા પાપીને સામું જુઓ, એમ રાત્રિદિવસ ઘંટીટંકારે ચલાવનાર અને સામાના અનુગ્રહને ઈચ્છનાર મનુષ્યને અનુગ્રહની પ્રાપ્તિ થતી નથી, પરંતુ જે નિરંતર માયાળુ વર્તન રાખે છે, તેના પ્રતિ જ સર્વ, અધિકમાં અધિક માયા દર્શાવે છે. કકડા રોટલાને માટે મહેલાઓમાં કરુણ સ્વરથી પિકાર મારતા ફરતા ભિખારીઓને જુઓ અને ખાતરી કરો કે દયાને માટે દયાની યાચના કરવાથી દયાની પ્રાપ્તિ થાય છે ? યોગ્યતા પ્રાપ્ત કરવાથી જ બીજાઓ આપણા ઉપર પ્રેમ, દયા, કરણ, જે કહો તે, કરે છે. બીજાઓના ઉપર સમભાવ દર્શાવવામાં કદી પણ પાછી પાની ન કરવાથી જ, બીજાઓ આપણા પ્રતિ વાસ્તવિક સમભાવ દર્શાવે છે. ૩૧૭. ક્યાં જવું અને શું કરવું, તેને કશે પણ ઉપાય તમને ન સૂઝે ત્યારે નિશ્ચય કરજો કે તમારું અંતઃકરણ વિકળ થયું છે. આ પ્રસંગે શાંત થાઓ. નેત્ર મીચી અંતઃકરણમાં ઊંડા ઊતરે, અને મનનાં બાહ્ય તફાને સઘળાં ભૂલી જઈને ત્યાં પ્રવર્તતી અપૂર્વ શાંતિમાં વિલીન થાઓ. ક્યાં જવું અને શું કરવું, તે તમારા અંતરના ઊંડા ભાગમાં સ્પષ્ટ છે, પણ તેફાની પવનમાં પુષ્કળ હિલેળે ચઢેલું મન તેને જેવાને અસમર્થ થઈ ગયું છે. ૩૧૮. દરરોજ સવારે થોડો સમય, અથવા વધારે સારું તે એ છે કે સવારે, બપોરે, સાંજે તથા રાત્રે સૂતી વખતે એમ ચાર વાર થોડે થોડે સમય, અંતરમાં ઊતરી પ્રશાંત પડી રહેવાને અભ્યાસ કેઈએ કદી પણ છોડી દેવો ન જોઈએ. દિવસમાં પ્રસંગોપાત્ત અંતરે આંતરે વિચારના વેગને સંપૂર્ણ શમાવી દઈને મનને અક્રિય રાખવાથી મન શુદ્ધ થાય છે, તથા વિચારનું બળ
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy