SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ સુખનાં સરળ સાધને ] શુદ્ધ, દોષવિનાનું નિષ્પાપ અંતઃકરણ; પણ સરળ અંતઃકરણનો અર્થ એટલે જ છે કે ખોટી હઠ ધારણ કર્યાં વિના જે કાંઈ કહેવામાં આવે તે વિચારવડે સમજવાને પ્રીતિપૂર્ણાંક તત્પર રહેવુ. બુદ્ધિ જે વાતનો સ્વીકાર ન કરે તે વાત માનવી એવું કહેવાનું તાત્પ નથી. યથા ઉપદેષ્ટા પુરુષો એવું મનાવવાનો આગ્રહ કરતા જ નથી, પરન્તુ ધણાના એવા નારા સ્વભાવ પડી ગયા હોય છે કે કહેનાર શું કહે છે તે સાંભળવું જ નહિ, અને પોતાના પ્રથમથી ખાંધી બેઠેલા નિશ્ચયને અનુકૂળ કાર્બનું કહેવું ન જણાયું કે તત્કાલ તે ખાટ્ટુ છે, તે ગપ છે, એવા દુરાગ્રહ ધરી રાખવા. આવુ અતઃકરણ કલ્યાણને સાધી આપનાર થતું નથી તેથી સુખને ઈચ્છનાર વિવેકી સજ્જતાને સરળ અંતઃકરણ બહુ જરૂરનુ છે, એમ જે વિદ્વાનો માને છે તે ચોગ્ય છે. શાસ્ત્રોના રહસ્યને જ ને ! આ ગ્રંથમાં પ્રતિપાદન કરવાનુ છે, તાપણ તેના સર્વાં સામાન્ય વિદ્યાવાળા મનુષ્યો પણ લાભ લઈ શકે એટલા માટે તેની ભાષા બહુ સરળ રાખવા ધાર્યું છે. કહિન પ્રક્રિયાએ અને પરિભાષાનો બનતા સુધી ત્યાગ કરવામાં આવશે; એમ છતાં શાસ્ત્રની પરિભાષાનો ઉપયોગ કરવાનુ પ્રયાજન જણારો તો તે સ્થળે તેને બનતા સુધી સ્પષ્ટ અર્થ કરવાના પ્રયત્ન થશે. અત્ર જે વિચારા વણવવા ધાર્યું છે, તે વિચારાને અંતઃકરણમાં ઉતારતાં, અને શરીરના રામેરોમમાં તે વિચારેને પ્રવેશાવતાં, સુખ જે પ્રાણીમાત્રની ઈચ્છાનો વિષય છે, તે અવશ્ય પ્રાપ્ત થાય છે. નિવૃત્તિથી મળનારાં ઊંચામાં ઊંચાં સુખો તે આપે છે, એટલું જ નહિ, પણ એ વિચારાના પ્રવૃત્તિમાં પણ ઉપયોગ કરતાં તે પ્રવૃત્તિનાં સુખાને પણ અવશ્ય પ્રગટાવે છે. પોતાનું તથા પોતાનાં કુટુંબીજનોનું શરીર નીરાગ રહે તથા બળવાન્ રહે, એમ કાણુ નથી ઈચ્છતુ ? પોતાના વ્યવહાર નિધિ સારી રીતે ચાલે, અને જીવનને નિભાવનારી વસ્તુઓ તથા વિષયનાં ન્યાયમાગે મળનારાં સુખો કાણુ નથી ઇચ્છતું ? વ્યવહારમાં રહેનાર સને તેની ઈચ્છા હાય છે, અને વ્યવહારનાં સુખો કે પરમાનાં સુખા મળવામાં મનુષ્યોના મનની સારી અથવા ઊંચી સ્થિતિ એ જ મુખ્ય કારણ છે, એ વિદ્વાનાના તથા સત્શાસ્ત્રોને નિશ્ચય હાવાથી વિચારવર્ડ મનની ઊંચી સ્થિતિ કરવાનાં સાધનાને જણાવનાર આ ગ્રંધ . સને પ્રેમથી આદર આપવા યોગ્ય હાય એ સ્વાભાવિક છે. આ શ્રધ વાંચ્યું કે બીજા જ દિવસથી ધરમાં સેાનાના ઢગલા થશે કે રાગમાત્ર જતા રહેશે, કે ભીમસેનના જેવુ દશ હજાર સ`નું બળ આવશે, કે દોષ
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy