SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ [ શ્રી વિનવવંધવિચારરત્નાકર ૨૧૩. તમારી સ્ત્રીને અથવા તમારા પતિને તમારા ઉપર ઓછો પ્રેમ થતું જાય છે, એવું તમને ભાન થાય કે તરત તે વાતને વીસરી જાઓ. તમારી સ્ત્રીને અથવા તમારા પતિને આ સંબંધમાં એક અક્ષર પણ ન કહો. પૂર્વના કરતાં પણ તેની સાથે વધારે પ્રેમવાળું વર્તન કરે. ‘તમને મારું ગમતું નથી.” એવું કઠેર વચન કહેવાને બદલે કહો કે “તમે મારા ઉપર હમણને બહુ જ પ્રેમ રાખો છે, નહિ વાર ? તમારા સાચા પ્રેમની મારું મન સાક્ષી પૂરે છે, અને તેથી મને બહુ જ સંતોષ થાય છે. તમારા આવાં વચનાથી તમે તેના મનમાં તમારા ઉપર તેને અધિક પ્રેમ થાય એવા વિચારના વેગને ગતિ આપે છે, અને તેથી તેને તમારા ઉપર પ્રેમ વધતો જાય છે. તમારા ઉપરના તેના પ્રેમને તમે ધકકો મારીને વેગળો કાઢી મૂકતા નથી, પણ અનુકૂળ દ્યોતનથી પાછો બોલાવો છો, અને તે નિરંતર વૃદ્ધિને પામે એવા ઉપાયને યોજે છે. ૨૧૪. પતિ, પત્ની, માતા, પિતા, ગુરુ, શિષ, મિત્ર વગેરે વિવિધ સંબંધોમાં અનુકૂળ ઘોતને વાપરવાની કળાને સિદ્ધ કરે. પરંતુ ઘોતનને, સમજયા વિના, હદઉપરાંત વાપરતા નહિ. નિયમિત પ્રમાણમાં અને યોગ્ય સમયે વાપરેલું દ્યોતન જ સફળ થાય છે. ૨૧૫. હડહડતી જૂઠી વાતને પણ વેતનવડે બીજાઓને સાચી મનાવી શકાય છે. કોઈ મનુષ્ય અત્યંત પ્રમાણિક હોય પરંતુ તે બળ છે, ધુતારો છે, એવું ઘતન જો નિત્ય કઈ આપણને કર્યા કરે તે કેટલેક દિવસે તેના પ્રમાણિકપણમાં આપણને સંશય ઉત્પન્ન થાય છે. કેઈ સ્ત્રી પતિવ્રતા હોય પરંતુ તે દુરાચારી છે, એવાં વચને નિત્ય આપણા કાનમાં કેઈ નાંખ્યા કરે તે અલ્પ સમયમાં તે સ્ત્રીના પવિત્રાચારમાં આપણને શંકા પ્રકટે છે. ઘોતનવડે અનેક દુર્જનેએ આ પ્રમાણે મિત્રોમિત્રોમાં વેરેને પ્રકટાવ્યાં છે, શુદ્ધ હવાળાં દંપતીમાં કલહ પ્રકટાવ્યો છે, રાજા તથા તેના પ્રધાન વચ્ચે કુસંપ કરાવ્યો છે, ગુરુમાં શિષ્યની અશ્રદ્ધાને ઉત્પન્ન કરી છે; રવલ્પમાં અનેક અનર્થોને ઉભા કર્યા છે. ૨૧૬. બીજાઓને હાનિ કરે, એવું ઘતન કરતાં જેમ આપણે સાવધ રહેવાની જરૂર છે, તે જ પ્રમાણે બીજાઓ તરફથી કરવામાં આવતાં પ્રતિકૂળ ઘોતન ગ્રહણ કરતાં પણ આપણે તેટલી જ સાવધાનતા સેવવાની જરૂર છે. આપણા મિત્રઉપર શુદ્ધ રહ રાખવાનું આપણું કર્તવ્ય જે આપણે સમજતા હોઈએ, તે પછી તેનું કૂંડું આપણે આગળ જે કઈ બેલે તે આપણે
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy