SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ આ યુદ્ધ 213 હાથમાંથી પિસ્તોલ નીચે પડી ગઈ. “તમે હમણાં કોનું નામ બોલ્યાં, મેડમ મોર્મકું?” “તમારું!' મેડમે બુરખો ફરી મોં પર નાખીને કહ્યું, “અને મારું નામ પણ મસિડીસ છે, એટલું યાદ રાખજે.' “મર્સિડસ તે મરી ગઈ, બાબુ ! એ નામની કોઈ વ્યક્તિને હવે હું ઓળખતે નથી.” “મર્સિડસ હજુ પણ જીવે જ છે. અને તેણે એકવીએ જ તમને જોતાંવેંત ઓળખી કાઢયા હતા. ત્યારથી માંડીને તે ડરતી ડરતી તમારી ઉપર નજર રાખી રહી છે. કાઉંટ મૉર્સર્ફ ઉપર કોના હાથથી આ કારમો ઘા થયો છે, તે જાણવા તેને કયાંય શોધખોળ કરવાની જરૂર પડી નથી. પરંતુ મારી એટલી જ વિનંતી છે કે, તમે મારા પુત્રને મારી ન નાખશે. હું આજે થિયેટરમાં હાજર હતી, અને ત્યાં જે કાંઈ બન્યું છે, તે મેં મારી નજરે જોયું છે.' પણ ફર્નાન્ડના છોકરાએ મારું જાહેરમાં અપમાન કર્યું છે !" પોતાના પિતા ઉપર ઊતરેલી કમનસીબી માટે તે તમને જવાબદાર ગણે છે. “તેના પિતાને જે મળ્યું છે, તે કમનસીબી નથી, પરંતુ સજા છે. મેં તેના પિતાને ઘા નથી કર્યો, ઈશ્વરે તેને સજા કરી છે.' “પણ તમે તમારી જાતને ઈશ્વરને સ્થાને શું કરવા મૂકો છો? યાનીનાના અલી પાશાને ફર્નાન્ડ મેન્ડેગેએ દગો દીધો, તેમાં તમને શું લાગેવળગે ?' ‘તમારી વાત ખરી છે; મારે ફેંચ અમલદાર કે કાઉંટ મૉર્ડ સાથે કશી લેવાદેવા નથી. મારે તે માછીમાર ફર્નાન્ડ અને મસિડસના પતિ સાથે લેવાદેવા છે.” પણ તે બાબતમાંય વાંક મારો છે, ઍડમંડ જે તમારે કોઈના
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy