SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ 22 આશા અને ધીરજ બસ, મારે માટે એટલું બહુ છે. પણ તંદ્વયુદ્ધમાં બે સ થીદાર હોય; તમારો બીજો સાથીદાર કોણ હશે ?' áયુદ્ધમાં મારા સાથીદાર થવાનું હું આખા પેરિસમાં બે જણને જ કહું: એક તમને અને બીજા તમારા બનેવી ઈમેન્યુઅને. તે કબૂલ થશે એમ તમે માનો છે?” “જરૂર; મારા વિષે જેટલી ખાતરી તમે રાખી શકો, તેટલી જ તેમને વિશે પણ તમારે રાખવાની છે!” કાઉંટ વાત્સલ્યભરી આંખે એ જુવાનિયા તરફ જોઈ રહ્યો કાઉંટે ઘેર જઈ, અલીને હાથીદાંતના હાથાવાળી પિતાની પાસ બે પિસ્તોલો લાવવા કહ્યું. તે પિસ્તોલો વડે, ગંજીફાના કોરા 5 ને તાકીને તેમાં એક્કો, દૂરી, તીરી, એમ-દશા સુધીની નિશાનીઓ સાપસર પડવાને અભ્યાસ તેણે કર્યો હતો. હજુ કાઉંટ પિસ્તોલ તપાસતે જ હતું, તેવામાં તેના હજુ એ એરડાનું બારણું ધકેલ્યું; અને કોઈ બાનુ મળવા આવ્યાં છે એમ કહેવા તે પિતાનું મોં ઉઘાડે તે પહેલાં તે એક બુરખાવાળી બાઈ તેની પાછળ પાછળ આવીને અંદર જ દાખલ થઈ. કાઉંટે હજૂરિયાને બહાર જવા નિશાની કરી; તથા પછી પેલી બાઈ તરફ વળીને પૂછયું : “બાન, આપ કોણ છો?” પેલી બાઈએ આસપાસ નજર કરીને, ત્રીજા કોઈ ત્યાં નથી તેની ખાતરી કરી લીધી. પછી પોતાને બુરખ ઊંચો કરી, બે હાથ જોડી, આજીજીભર્યા અવાજે કહ્યું “એડમંડ, મારા પુત્રને ન મારી નાખશો !" કાઉંટ એક નાની ચીસ પાડી બે ડગલાં પાછા ખસી ગયો. તેના
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy