________________
૨૨
રામ ૨. ત્યાંથી તેઓ દંડકારણ્ય તરફ ગયાં. ત્યાંના મુનિઓએ રામ અને લક્ષ્મણને પોતાની પાસે જ રહી એમનું કારશ્ય રક્ષણ કરવા વિનંતિ કરી. દંડકારણયમાં તે
વખતમાં રાક્ષસની ઘણી જ વસ્તી હતી. ચિત્રકૂટથી માંડીને પપ્પા સરેવર સુધી માણસનું માંસ ખાનારા રાક્ષસે તાપસેને ત્રાસ આપી રહ્યા હતા. રામે જુદા જુદા આશ્રમમાં જઈ ચાર છ મહિના કે વર્ષ સુધી ત્યાં ત્યાં રહીને રાક્ષસેને ઉપદ્રવ ઓછો કર્યો. આ રીતે વનવાસનાં દશ વર્ષ વીતી ગયાં.
૩. ત્યાર પછી રામ દક્ષિણમાં અગત્ય મુનિના આશ્રમમાં ગયા. અગત્યે ત્રણે જણાને સારી રીતે સત્કાર
કર્યો અને રામને એક મોટું વૈષ્ણવી ધનુષ્ય, - એક અમેઘ બાણુ, અખૂટ બાણથી ભરેલા બે ભાથા અને સેનાના મ્યાનમાં મૂકેલી એક તલવાર ભેટ કર્યા અને એમને પંચવટીમાં રહેવાની સલાહ આપી.
૪. પંચવટી જતાં રસ્તામાં એમને જટાયુ ના ગીધ સાથે મૈત્રી થઈ. તેને સાથે લઈ ગોદાવરીને કાંઠે તેઓ
આવી પહોંચ્યાં. ત્યાં લક્ષ્મણે એક સુંદર પર્ણકૂટી જટાયુ
* બનાવી. લક્ષ્મણની મહેનતથી પ્રસન્ન થઈ રામ તેને ભેટી પડ્યા અને બેલ્યા: “તારા આશ્રમ માટે આલિંગન સિવાય બીજું કાંઈ આપવાને મારી પાસે નથી.” એ પર્ણકૂટીમાં ત્રણે જણ રહેતાં, અને જટાયુ ઝાડ ઉપર બેસી તેમને રોકીપહેરે કરતે.