SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ દુનિયાના સર્વ ધર્મો એક છે सोमी भूक सबन कू व्यापै, अंक जुगति सोमी जागै; सोमी सन्ध बन्ध पुनि सोओ, सोई सुख सोी पीरा; सोी हस्त पांव पुनि सोजी, सोमी ओक सरीरा; यहु सव खेल खालिक हरि तेरा, तेहि अंक करि लीना; दादू जुगत जान कर असी, तब यहु प्रान पतीना. “અલ્લા ને રામ જુદા છે એ મારે ભ્રમ ભાંગી ગયો. હિંદુ મુસલમાનની વચ્ચે કાંઈ ભેદ નથી દેખાતે. હે ઈશ્વર! હું સર્વમાં તારાં જ દર્શન કરું છું. સૌ એકસરખો શ્વાસ લે છે, સૌનાં શરીર એકસરખાં છે, એક જ પ્રકારનાં લેહી, માંસ, આંખ નાક, છ, સૌમાં એક જ પ્રાણ રમી રહ્યો છે. સૌના કાનેથી એકસરખો અવાજ સંભળાય છે, સૌની જીભેને ગળ્યું મીઠું જ લાગે છે, સૌને એકસરખી ભૂખ લાગે છે, અને સમાન રીતે જ સૌની સુધા શાંત થાય છે, સૌનાં હાડકાંસાંધા સમાન છે, સુખદુઃખને અનુભવ સરખી રીતે જ થાય છે, પીડા પણ સમાન રીતે થાય છે, સૌનાં હાથ-પગભૂખ એકસરખાં જ છે. આ સઘળી માયા એક અષ્ટાની છે. તે જ પાલનકર્તા છે, તે જ ઈશ્વર છે. એણે જ મને સૌના ભીતરનાં અને એકતાનાં દર્શન કરાવ્યાં છે; આ રીતની સમજ બૂઝ તથા દષ્ટિ રાખવાથી દાદુને આત્મવિશ્વાસ પ્રાપ્ત થયું છે. ધર્મના અસલી નૂરને વર્ણવતાં દાદુ સાહેબે કહ્યું છેઃ आमा मेटै हरि भजै, तनमन तजै विकार; निरबैरी सब जीव सों, दादू यहु मत सार, निरबैरी सब जीवसों, सन्त जन सोजी; दादू अकै आत्मा, बैरी नहिं कोी.
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy