SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતા અને કુરાન આજે આખી દુનિયામાં નાનામોટા સંપ્રદાયેા, મજબ, ધર્મ, પંથ તથા મત પ્રચલત છે. આ સહુમાં છ ધર્માંની ખાસ ગણતરી છે. હિંદુ, યહૂદી, જરથેાસ્તી અથવા પારસી, બૌદ્ધ, ઈસાઈ અને ઇસ્લામ. જ્યાં સુધી જાણ્યામાં છે ત્યાં સુધી આમાં હિંદુ ધર્મ સૌથી જૂને તથા ઇસ્લામ સૌથી છેલ્લા — નવા છે. હિંદુ ધર્મને માનવાવાળાએ હિંદુસ્તાન સિવાયના બહારના પ્રદેશેામાં અતિ અલ્પ સંખ્યામાં છે. દુનિયાભરમાં વધુ સંખ્યા ઈસાઈ એ તથા બૌદ્ધોની છે અને સૌથી એછી યહૂદી તથા પારસીઓની છે. ઈસ્લામને અસ્તિત્વમાં આવ્યે લગભગ સાડા તેરસે વર્ષે થયાં છે. એને માનવાવાળાઓની સંખ્યા આખી દુનિયામાં લગભગ ત્રીસ કરોડની છે. આ છ મેાટા માટા ધર્માંના છ મેાટા ધર્મગ્રંથા છે. હિંદુઓના ઋગ્વેદ, યહૂદીઓની તૌરાત, પારસીઓના ઝન્દ્ર અવસ્તા, બૌદ્ધોની ત્રિપિટક, ઈસાઈ આનું ખાઈબલ અને મુસલમાનાનું કુરાન. આ છ પવિત્ર ગ્રંથેાને સાથે સાથે રાખીને જો શ્રદ્ધાપૂર્વક વાંચવામાં આવે તે એમાં દર્શાવેલ મૂળભૂત વાતો એકસરખી મળી આવશે. કયાંક કયાંક તા એમાંનાં કથાવાર્તા, પ્રસંગે અને ભાગે મળતાં આવે છે. આ સર્વને તુલનાત્મક દિએ વાંચનારને એમ લાગ્યા વિના નહીં રહે કે આ સર્વ ધર્મોનું મૂળ એક જ છે અથવા તે એમ લાગશે કે એક જ મહાવૃક્ષની વિસ્તરેલ આ સર્વે શાખાઓ છે; દરેક શાખા પાતપેાતાના સ્થળકાળમાં સત્યની શોધ કરનાર કરોડા આત્માને શાંતિ, શીતળતા તથા આશરે
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy