SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ગીતા અને કુરાન આમ “અચ્ય' કહીને અર્જુનની સર્વ શંકાઓનું સમાધાન કરવા ધાર્યું. અને “ધર્મ” શબ્દને રીતરિવાજોના અર્થમાં (૧-૪૩) અને શ્રીકૃષ્ણ તેને “કર્તવ્ય ના (૨-૩૧) અર્થમાં વાપર્યો છે. બીજા અધ્યાયના અગિયારથી ત્રીસ શ્લોક સુધી શ્રીકૃષ્ણ જન્મને મૃત્યુનું, સુખ અને દુઃખનું તત્ત્વજ્ઞાન સમજાવ્યું છે અને ઉપદેશ્ય છે કે આત્મા નિત્ય છે, અને આ દુનિયાની સર્વ ચીજો તથા અહીંનાં નામરૂપ સર્વ અનિત્ય છે. કઈ આને આશ્ચર્ય સરખો જુએ છે, બીજા તેને આશ્ચર્ય સરખે વર્ણવે છે; વળી બીજા તેને આશ્ચર્ય સરખે વર્ણવાયેલે સાંભળે છે, અને સાંભળવા છતાં કોઈ તેને જાણતા નથી” (૨-૨૯). ગીતાના આ તત્ત્વજ્ઞાનને આચરણ સાથે સંબંધ નીચેના લેકમાં કહેવાય છે. સુખ અને દુઃખ, લાભ અને હાનિ, જય અને પરાજય સરખાં માની લડવા સારુ તત્પર થા. એમ કરવાથી તેને પાપ નહીં લાગે” (૨-૩૮). એટલે કે પાપનું મૂળ પિતાના અભિમાનમાં છે. આ પછી શ્રીકૃષ્ણ અર્જુનને કહ્યું : મેં તને સાંખ્યસિદ્ધાંત (તર્કવાદ) પ્રમાણે તારા કર્તવ્યની આ સમજ પાડી. હવે તને ચોગવાદ પ્રમાણે સમજ પાડું છું તે સાંભળ. એનો આશ્રય લેવાથી તું કર્મબંધન તોડી શકીશ” (૨–૩૯).
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy