SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ દીવાલોની બહાર આવતો હોય - આ દિવ્યતા વિકસાવવાનું કામ બધે ઠેકાણે શક્ય છે, એને માટે માત્ર જાગૃતિ ઈએ. ' માનવી જ્યાં હોય ત્યાં વસીને પણ પ્રેમ, ક્ષમા, કારુણ્ય, મૈત્રી, માધ્યસ્થ-આ બધા સદ્ગણોને ધીમે ધીમે કેળવવા માંડે તો ધીમે ધીમે દેહભાવમાંથી એ મુક્ત બનતો જય છે. એક સાધુ હતા. એક ગામમાં એ વ્યાખ્યાન આપતા હતા. વ્યાખ્યાનોમાં, આત્મા અને દેહની એ વાતો કરતા, એટલે લોકો એમનું આ તત્ત્વજ્ઞાન રસપૂર્વક સાંભળતા હતા. એક શેઠ પણ દરરોજ એ સાંભળવા જતા. એમને ત્યાં એક સુંદર પોપટ હતો. પોપટને વિચાર આવ્યોઃ “મહારાજ બધાયને માટે મુક્તિની વાતો સંભળાવે છે, તો પછી મારી મુક્તિની વાત કેમ ન જાણી લઉહું પણ એક પિંજરામાં પુરાયેલું પંખી છું દેહમાંથી છૂટવાની વાત તો દૂરની થઈ, પરંતુ આ પાંજરામાંથી શી રીતે છૂટવું?” * એટલે પેલા શેઠને કથામાં જતી વખતે પોપટે કહ્યું: “શેઠ, એક કામ ન કરો?’ • . શેઠ કહેઃ “શું?” પોપટે કહ્યું: “તમે જાઓ ત્યારે પેલા સાધુને
SR No.005889
Book TitleBandhan ane Mukti
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year1992
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy