SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ આને બદલે, કોઈ માણસ એમ વિચાર કરે કે કંઈ નહિ, પેલો બહાર ગયો છે, લાવને થોડી મીઠાઈ લઈ લઉં!” અને એ લેવા જતાં જો એ પકડાય તો સમાજ કહેશે કે એની જીભ એના કાબૂમાં નથી, જીભનો દોરવાયેલો એનો હાથ એ લેવા જાય છે. એટલે, હાથના અને જીભના દોષથી એના દેહને દંડ મળે છે. આ રીતે જો આપણે વિચાર કરીશું તો આપણને આ સજા કરાવનારું કોણ છે, તે આપણને તરત જડી આવશે. તમે જોઈ શકશો કે આપણી દેહજન્ય, અનિયંત્રિત વૃત્તિ જ આપણને આ સજ કરાવે છે, આપણા દેહમાં પડેલાં દાનવતાનાં લક્ષણો જ આપણને આમ હેરાન કરે છે. પણ આપણે જે એના ઉપર કાબૂ મેળવી શકીએ તો હું માનતો નથી કે દુનિયામાં આપણને પછી કોઈપણ હેરાન કરી શકે. એટલે, આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે-આ પાંચ ઈન્દ્રિયો કે જે આપણા દેહનાં સાધનો છે, તેમની પાસેથી દેહ કામ લે છે. કોઈ વાર એ આંખ પાસેથી કામ લે છે. કોઈકવાર એ મોઢા પાસેથી કામ છે, કોઈકવાર એ કાન પાસેથી કામ લે છે, * કોઈકવાર એ નાક પાસેથી કામ લે છે, અને
SR No.005889
Book TitleBandhan ane Mukti
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year1992
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy