SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયોનું-પુદગલનું તત્ત્વ પ્રાધાન્ય લઈ લે છે. પરિણામ એ આવે છે કે દેહ જે માગે તે એને આપવા માટે, તે કામે લાગી જાય છે. અને પછી તો તમે જાણો છો કે એકવાર પાશવતાનું આ સામ્રાજ્ય જ્યાં છવાઈ જાય છે, પછી તો આ દેહ, પોતાની પાંચ ઈન્દ્રિયો દ્વારા ન કરવાનાં કામો કરે છે. દાખલા તરીકે, માનવીએ આખે ન જવાનું જોયું અને પછી આંખની એ પિપાસા બુઝાવવા, ન કરવાનું કર્યું. માણસના આવા અનિયંત્રિત વ્યવહારને સમાજ સહી શકતો નથી. એટલે સમાજ એને પીટે છે, પકડે છે અને સરકારને આધીન કરી કહે છે કે, આ માણસે આંખને કાબૂમાં નથી રાખી, સમાજમાં એણે વ્યભિચાર અગર દુરાચારનો માર્ગ આદર્યો છે, એની આંખ કાબૂમાં આવે એટલા માટે, થોડા દિવસ એને આ દીવાલ પાછળ રાખો અને સજની લગામ દ્વારા એને ઠેકાણે લાવો. આવી જ રીતે, કોઈને કંઈક ખાવાનું મન થાય છે. મીઠાઈ જોઈ એના મોંમાં પાણી છૂટે છે. તે વખતે એને તરત એમ થાય છે કે હું આ લઈ લઉં?” પણ જે એનામાં મનન હોય તો તેને તરત જ વિચાર આવે, કે મારી પાસે પૈસા ન હોય તો લેવાય જ કેમ?
SR No.005889
Book TitleBandhan ane Mukti
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year1992
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy