SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધના વિધિ ઢાલ પહેલી ચોપાઈની દેશી દાન સુપાત્રે નિર્મલ શીલ, તપ અનેક શુભ ભાવન લીલ, ભવસમુદ્ર પ્રવહણ ઉપદિશ્યાં, ચાર ધર્મ ભવિયણ મન વસ્યાં. ૧ દાનતણાં ભાખ્યા ત્રણ ભેદ, અભયદાન સુપાત્ર ઉમેદ, ધર્મોપગ્રહ દાન તૃતીય, જિનવર એક કહ્યા હિત લાય. ૨ બ્રહ્મભેદ અષ્ટાદશ ધાર, સર્વ ધર્મમાંહિ સિરદાર, બાહ્ય અત્યંતર સોચી જોય, તપના ભેદ કહ્યા એમ દોય. ૩ ઉત્તમ મન ધરીએ પરિણામ, સત્ય ક્રિયા સ્વાધ્યાય સુઠામ, ભાવ ધર્મમાંહે પરધાન, ભાવે બહુ ફલ હોયે નિદાન. ૪ દાન શીલ તપ. જપ અનુષ્ઠાન, ભાવ વિના નિષ્ફલ બહુમાન, શાલ દાલ ભોજન બહુ ભાંતિ, લવણ વિના નિઃસ્વાદ જ હુંતિ. ૫ તપ અનેક જિનશાસનમાંહિ, તેહ પ્રસિદ્ધ કહ્યા જિન રાહી, પણ એ વીશસ્થાનક સમ કોય, તપ નહિ હોયે વિમાસી જોય. ૬ આરાધે એ થાનક વીશ; નર નારી ભાવે નિશદિશ, અરિહંતાદિક માહે તેંહ, તીર્થંકર ૫૬ લહે ગુણગેહ. ૭ અરિહંત સિદ્ધ પવયણ ’ગુરુ ઘેર, બહુ સુય તપસી નહિ કોઈ ફેર, એહતણું વાત્સલ્ય ક૨ેહ, જ્ઞાન તણો ઉપયોગ ધહ. ૮ Ćસણ વિણય આવશ્યક ૧૧એહ, શીલવ્રતશું ધરીએ નેહ, ક્ષણ ક્ષણ ધરીએ મન શુભધ્યાન, શુદ્ધ ૧૪સુપાત્રે દીજે ૧પદાન. ૯ "વૈયાવચ્ચસુ સંઘસમાધિ, જ્ઞાન અપૂર્વગ્રહણ અય્યાધિ, શ્રુતની ભક્તિ સશક્ત કરે, પ્રવચન દીપાવે બહુ પરે. ૧૦ વીશે થાનક સેવે કાય, એહથી જિનવર પદવી થાય, મુક્તિતણાં સુખ પામે સહી, એહવી વાત જિનેશ્વરે કહી. ૧૧ પ્રથમ ચરમ જિનવર ભાસીયા, એ થાનક સઘલાં ફાસીયાં, મમિ બાવીશે જિનવરે, એક દોય ત્રણ સઘલા ચરે. ૧૨ ૫૩
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy