SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધના વિધિ ૬ છટકું સત્યપ્રવાદ પૂર્વ એક ક્રોડ ને છ પદપ્રમાણ છે. તે બત્રીશ હાથી જેટલાં અષીના ઢગલાથી લખી શકાય છે. તેમાં સત્યાદિ ભાષાનું સ્વરૂપ • અને ભાષ્ય-ભાષક તેમજ વાચ્ય-વાચકનું સ્વરૂપ કહેલું છે. સાતમું આત્મપ્રવાદ પૂર્વ છવ્વીસ ક્રોડ પદપ્રમાણ છે. તે ચોસઠ હાથી જેટલા મષીના ઢગલાથી લખી શકાય છે. તેમાં આત્મ-દ્રવ્યનું કર્તુત્વ, ભોસ્તૃત્વ વ્યાપકત્વ, નિત્ય, અનિત્યાદિ સ્વરૂપ કહેલું છે. આઠમું કર્મપ્રવાદ પૂર્વ એક ક્રોડ ને એંસી લાખ પદપ્રમાણ છે. તે ૧૨૮ હાથી જેટલાં મલીના ઢગલાથી લખી શકાય છે. તેમાં આઠ કર્મોના બંધ, ઉદય, ઉદીરણા વગેરેનું સ્વરૂપ છે. નવમું પચ્ચક્કાણપ્રવાદ પૂર્વ ૮૪ લાખ પદપ્રમાણ છે. તે ૨૫૬ હાથી જેટલાં મશીના ઢગલાથી લખી શકાય છે. તેમાં સર્વ પ્રકારના પચ્ચકખાણોનું સ્વરૂપ, દ્રવ્ય, ભાવ, નિશ્ચય, વ્યવહારથી બતાવેલું છે. તેની ઉપાદેય પ્રમુખ સર્વ શૈલી બતાવી છે. ૧૦ દશમું વિઘામવાદપૂર્વ એક કોડને દશ હજાર પદપ્રમાણ છે. તે પ૧૨ હાથી જેટલાં મશીના ઢગલાથી લખી શકાય છે. તેમાં ગુરુ-લઘુ અંગુષ્ઠ અને સેના નામે વિદ્યાઓનું તેમજ રોહિણી પ્રમુખ ૫૦૦ મહાવિદ્યાઓનું સ્વરૂપ : બતાવેલું છે. ૧૧ અગ્યારમું કલ્યાણપ્રવાદ પૂર્વ છવ્વીશ ક્રોડ પદપ્રમાણ છે. તે ૧૦૨૪ હાથી જેટલાં મષીના ઢગલાથી લખી શકાય છે. તેમાં સર્વ જ્યોતિષશાસ્ત્રનું . સ્વરૂપ, ત્રેસઠ શલાકા પુરુષોનું સ્વરૂપ, ચાર પ્રકારના દેવોનું સ્વરૂપ અને પુણ્યના ફલનું સ્વરૂપ બતાવેલું છે. ૧૨ બારમું પ્રાણાવચ પૂર્વ એક ક્રોડને છપ્પન લાખ પદપ્રમાણ છે. તે ૨૦૪૮ હાથી જેટલાં મષીના ઢગલાથી લખી શકાય છે. તેમાં આયુર્વેદાદિ આઠ પ્રકારની ચિકિત્સા, પ્રાણ, અપાન, ઉદાનાદિ વાયુનું સ્વરૂપ પંચ મહાભૂતનું સ્વરૂપ અને પ્રાણાયામાદિ યોગનું સ્વરૂપ બતાવેલું છે. ૧૩ તેરમું ક્રિયાવિશાલ પૂર્વ નવ ક્રોડ પદપ્રમાણ છે. તે ૪૦૯૬ હાથી જેટલાં મષીના ઢગલાથી લખી શકાય છે. તેમાં છંદશાસ, શબ્દશાસ, વ્યાકરણ, સર્વ શિલ્પ, સર્વ જાતિની કલા, સર્વ ગુણ જે તાત્ત્વિક ઉપાધિરૂપ છે તેનું | સ્વરૂપ બતાવેલું છે.
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy