SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધના વિધિ ૧૯ શૃંતપદ - ૫ જ્ઞાનમાં શ્રુત જ્ઞાન બીજું છે. કેવળી પણ પોતાના અનન્ત જ્ઞાનને શ્રુતના માધ્યમથી જ પ્રગટ કરે છે. તે જ્યારે લખાય ત્યારે શ્રુતશાસ્ત્ર જ્ઞાન બને છે. સર્વજ્ઞોનું સાંભળેલુ, શાસ્ત્રાદિ ભણેલું જ્ઞાન શ્રુતજ્ઞાન છે. ૧૪-૨૦ આદિ ભેદોથી પ્રસિદ્ધ છે, તે આઠ પ્રકારના જ્ઞાનાચારથી આરાધી શકાય છે. ૨૦ તીર્થપદ - સંસારસાગરથી તારે તે તીર્થ. જંગમતીર્થ સાધુ-સાધ્વીશ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ છે. આ તીર્થના સંસ્થાપક તીર્થકર છે. ગણધરાદિ પણ તીર્થ સ્વરૂપ છે. સ્થાવરતીર્થ સ્વરૂપ પંચકલ્યાણક ભૂમિઓ છે, આ તીર્થો પણ તારક હોય છે. આવી રીતે ૨૦ પદોની વ્યવસ્થા છે. જેમ નવપદ છે તે જ પ્રમાણે આ ૨૦ પદો છે. શાશ્વત પદો છે. એ ૨૦ પદોને નવપદમાં પણ સમાવેશ થઈ શકે છે, આરાધ્ય પદો છે. ઉપાસ્ય છે. આમાં સમગ્ર જૈન શાસનની આરાધના સમાઈ જાય છે. 'થી શરયા| CTV આરાધાણી, સામાન્યું I : પ્રથમ ગુરુભગવંત પાસે શુભ મુહૂર્ત નાણ (નંદિ)ની સ્થાપના કરાવી શ્રી વિશસ્થાનકતષ ઉચ્ચરે, વિધિપૂર્વક ઉચ્ચરીને આ તપ શરુ કરે. અથવા શુભ દિવસે શરુ કર્યા પછી અનુકુળતાએ જ્ઞાન સમક્ષ ઉચ્ચરે. વીશસ્થાનકની ૨૦ ઓળીઓ છે. એક એક પદની ૨૦ દિવસ સુધી તપ-તપ પૂર્વક આરાધના કરે, એવી રીતે કરતા ૨૦૪૨૦=૪૦૦ દિવસ ૨૦ ઓળીના થાય છે. તપનો નિર્ણય આરાધક પોતાના ઉત્કૃષ્ટ ભાવના આધારે કરે. અઠમથી, છઠથી અથવા ૧ ઉપવાસથી પણ થાય છે, અને એથી પણ નીચે આયંબિલ એકાસણાથી પણ થઈ શકે છે. ૨ થી ૬ મહિનામાં અર્થાત ૧૮૦ દિવસમાં ફક્ત ૨૦ જ ઉપવાસાદિ અનુકૂળતા મુજબ કરે. એવી ૧ ઓળી થાય. એવી રીતે એક વર્ષમાં ૨ અને ૧૦ વર્ષમાં ૨૦ ઓળીનો આ તપ પૂરો થાય. કોઈ ઓળી ૬ માસના અત્તે પણ પૂરી ન થાય તો તે ઓળી લેખે ન લાગે. બીજા ૬ મહિનામાં ફરી નવેસરથી કરે. કેટલાક ભાગ્યશાલીઓ સળંગ વીસ દિવસ પણ કરતા હોય છે. અથવા દર મહીને એકાંતર અથવા દશ તિથીના ઉપવાસ કરી ૩ થી ૪ વર્ષમાં પણ પૂર્ણ કરી ન શકે. ૨૦ ઓળી છઠ કે અઠમથી કરનાર એક વર્ષમાં પૂર્ણ કરે. ૧૪મી તપ
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy