SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૬ ] ટાઢી રોટલી, રોટલા, થેપલા, નરમપુરી, ભજીયાં, કળ અને છાશ છાંટયા વગરનો ભાત વિગેરે વાશી ચીજો શખી ખાવાથી, એક તો-અનેક જીવને વિનાશ થાય, પ્રભુની આજ્ઞા લેપી કહેવાય, વળી શરીરમાં અનેક રોગોની ઉત્પત્તિ થાય માટે દરેક ચીજ તાજે તાજી જ ખાવી યુક્ત છે. નાનાં બચા એને કદાચ શીરામણ વગર ન ચાલે, તે જેમ ગુજરાત તરફ ઘઉંના તદ્દન પાતળા ખાખરા શેકી રાખી વાપરે છે, તે બાબત ખાસ કરીને કાઠીયાવાડી, મારવાડી, કચછી વિગેરે ભાઈઓએ, તથા તે સિવાય જેઓ વાશી વાપરતા હોય તેઓ અનુકરણ કરવું ઘટે છે. પણ અફસ તથા ખેદજનક એ છે કે-પ્રાયઃ ઘણી ખરી અજ્ઞાનરૂપ મિથ્યાત્વ જાળમાં ફસાયેલી જે સ્ત્રીઓ પણ શીતળા માતાને પોતાના બચ્ચાનું રક્ષણ કરનારી માની, શીળા સાતમને દિવસે જ, ખાસ આગલે દિવસે રાંધેલુ હેય, તે વાશી જ વાપરે છે. અને તે દિવસે ચૂલાને (શીતળાં) શાંત કરે છે. તે શીતળા સાતમને મિથ્યાત્વ આચાર છે. વાશી ચલિત રસ કદિ ન વાપરે. એવી દઢ પ્રતિજ્ઞા કરે.' [દાતણ વિગેરે લેવામાં, ધાબીને કપડાં ધોવા માટે આપવામાં કેટલાક દાળ, શાક, કે એવું રાંધેલું અનાજ આપે છે. પરંતુ તે લેકે રાત્રે વાશી રાખી બીજે દિવસે ખાનારા હોય છે. તે આપણે આપેલી ચીજને એવી રીતે ઉગ ન થાય તે માટે શ્રાવકેએ ખાસ સાવચેત રહેવું જોઈએ.' બેબી તથા વાઘરીને દેવા સારૂ ઘરમાં ખાતાં ખાતાં જે દાળ કદી વગેરે એઠું કરેલું છતાં વધેલું રાખી મુકે. તેઓને ત્રસજીવ તથા સંમૂર્ણિમ પંકિય મનુષ્યની એમ અસંખ્ય બેની હત્યા લાગે છે. અને તે ઉપરાંત વાસીના ત્રસછવને વિનાશ જુદો.
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy