SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ યુગે યુગે પાટણની પ્રભુતા પ્રાચીન અરાવલ્લી પર્વતને ત્યાં એનો બીજો જન્મ થયો. આરાસુરમ કોટેશ્વરની પાછળ મેણાભેર ડુંગરમાં સરસ્વતી પ્રગટ થઇ બધી નદીઓની માફક એ પણ ધસમસતી સમુદ્ર તરફ જવાને નીકળી એકસોહ માઇલ ચાલ્યા પછી એકાએક થંભી ગઇ. કાંડે બાંધેલું મીંઢળ છોડી નાખ્યું અને સદાને માટે કુંવારિકા રહેવાનું સ્વેચ્છાએ સ્વીકાર્યું. અગ્રહાર (હાલના પાટણ તાલુકાના અઘાર ગામમાં કુંવારિકાનું મંદિર પણ છે.) સરસ્વતીના તટે સિદ્ધક્ષેત્ર સિદ્ધપુરને માતૃતર્પણની ભૂમિ બનાવી. માતૃગયા શ્રાદ્ધ માટે પવિત્ર શહેર વસ્યું. રૂદ્રમહાલય અને બીજા સેંકડો દેવમંદિરો, આશ્રમો અરણ્યો સરસ્વતીના તીરે સ્થપાયાં છે. બીજા એક પુરાણમાં પણ એવો એક ઉલ્લેખ મળે છે કે, જગતને ભસ્મીભૂત કરી નાખવાની ઇચ્છા કરતાં વડાગ્નિને બ્રહ્માના આદેશથી સરસ્વતી આ અગ્નિને સમુદ્રમાં ખેંચી ગઇ. કલિકાલસવń હેમચંદ્રાચાર્ય સરસ્વતીને બિરદાવતાં કહે છે કે, “પૃથ્વીને પાવન કરતી, પાપનો નાશ કરનારી બ્રહ્માના આદેશથી અગ્નિને સમુદ્રમાં લઇ જનારી જેનો ઇતિહાસ સાંભળવા જેવો છે. એવી ગવ્ય અને નાવ્ય જળવાળી આ નદી સરસ્વતી છે. (યાય) ‘ગવ્ય’ એટલે જેના તીરે ગાયો ચરતી અને ‘નાવ્ય’ એટલે જે નદીમાં નાવો ચાલતી હતી. રૂદ્રમાળની પ્રાણપ્રતિષ્ઠા કરવા આવેલા માલવીય વિદ્વાનો ગુજરાતમાં કાયમી વસવાટ કરી ‘દવે’ બન્યા તે સૌથી પ્રથમ સરસ્વતીના કિનારે. સરસ્વતીનું પાણી એક એક બુંદ અને રેતીનો એક એક કર્ણ તીર્થ છે. બીજા સ્થુળ તીર્થોમાં જવાની આપણે જરૂર જ નથી માટે શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, ‘“ગયાથી સ્વર્ગ એક યોજન દૂર છે, પ્રયાગથી અડધો યોજન દૂર પણ સરસ્વતી જ્યાં પ્રાચી બને છે તે શ્રી સ્થળ સિધ્ધપુરથી તો સ્વર્ગ માત્ર એક હાથ જ દૂર છે.’’ રા. રા. રજ્ન્મણિરાવે ‘ખોવાયેલી નદી’ કહી છે. શ્રીમદ્ ભાગવતમાં બિન્દુ સરોવરની નજીક સરસ્વતી હોવાનું સૂચવ્યું છે. સ્કંદ પુરાણમાં પણ સરસ્વતીનો મહિમા ગાવામાં આવ્યો છે. સરસ્વતીના કિનારે અનેક તીર્થો આવેલાં છે. જે પૈકી નીચેના તીર્થો મુખ્ય છે. પિલુપર્ણ પાસે ગોવત્સ તીર્થ તેની પાસે જાળેશ્વર મહાદેવ આવેલા છે. કાકતીર્થ, ગાંધર્વતીર્થ, માતૃતીર્થ, દુર્ગાતીર્થ, વરાહતીર્થ, પુષ્કરકુંડ, જયેષ્ઠકુંડ, બ્રહ્મકુંડ, મધ્યકુંડ, વિષ્ણુયાન, રૂદ્રયાન, વટેશ્વર, મુંડીશ્વર, લકુલીશ, કપીલાશ્રમ, ભૂતેશ્વર, વંદેશ્વર, વંદેશ્વરીદેવી, ધર્મેશ્વર અને દધીચિતીર્થ આવેલા છે. સરસ્વતીનો પ્રવાહ કેટલેક ઠેકાણે લુપ્ત થઇ બીજે ઠેકાણે પ્રાદુર્ભાવ પામતો હોવાનું પુરાણોમાં જણાવ્યું છે. તેના સમર્થનમાં એવું કહેવામાં આવ્યું છે કે, જ્યાં વડવાનલ (જવાળામુખી જેવો અગ્નિ) નો તાપ અસહ્ય બનતો, ત્યાં સરસ્વતી અંર્તધ્યાન થઇ જતી અને ફરીથી તે તાપનું શમન થતાં ફરી પૃથ્વી ઉપર પ્રાદુર્ભાવ કરતી. પાટણમાં સહસ્રલિંગ સરોવરમાંથી આગળ ચાલતાં તે સ્વર્ગદ્વાર તીર્થ (કદાચ સાંકરા ગામ) ગોવત્સ લોહયષ્ટિ, ઝીલ્લતીર્થ (ઝીઝૂવાડા ગામ નજીક), શત્રુમર્દન તીર્થ, ખદિરવન વગેરે. થોડાક સમય પહેલાં જ સરસ્વતી નદીના પ્રવાહે પ્રવાહે ચાલી કેટલાક સંશોધક મિત્રોએ ભારે જહેમત ઉઠાવી તેની પરિક્રમા કરી હતી અને ખૂબ જ ઉપયોગી માહિતી એકત્ર કરેલ છે.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy