SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૪ લોલાવી સરસ્વતી ૩૫ પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય વેદોમાં નદીને માતા કહી છે. એમાંય ઋગ્વેદમાં સરસ્વતીને સર્વશ્રેષ્ઠ માતા કહી છે, અને મહાભારતના રચયિતા વેદવ્યાસે સરસ્વતી અને સિંધુ નદીને વિશ્વની માતા કહી બિરદાવેલ છે. ‘‘વિશ્વસ્યું માતરમ્ સર્વા :’' પાણી એ પ્રાણી માત્રનું જીવન છે. જીવવા માટે પ્રથમ હવા અને બીજા નંબરે પાણી આવે છે. નાનાથી માંડી મોટા તમામ માણસો નદીભક્ત હોય છે. પાણીમાં છબછબીયા કરવા કોને નથી ગમતાં ? જીવવા માટે પાણી અનિવાર્ય છે, અને એમાં પણ જીવનને આપમેળે વહેવનારી તો માત્રી નદી રહી જ છે. મોટા મોટા નગરો હંમેશા નદી કાંઠે જ વસેલા છે. એક અંગ્રેજ કવિએ નદીઓને પૃથ્વીની શિરાઓ કહી છે. કવિ શ્રી નાનાલાલે નદીઓને દેશની ધોરી નાડીઓ કહી છે. નદીના જળ વિરાટમાં ભળી જતાં હોઇ આપણે મરનારના અસ્થિ વિસર્જન પવિત્ર નદીઓમાં કરતા હોઇએ છીએ. નદીઓ એ દેશની સંસ્કૃતિ છે. ઘણાખરા દેશના નામ પણ તેની નદી ઉપરથીજ પડચા છે. પવિત્ર જળનું ચરણામૃત લેવાનો રીવાજ છે. તે પ્રથા આજે પણ ચાલુ છે. દરેક હિન્દુ સમાજના ઘરમાં આજે પણ કૂંભમાં ગંગાજળ જાળવી રાખવામાં આવે છે. જેથી ઘરમાં કે આડોસ-પાડોસમાં કોઇ વ્યક્તિનું મરણ થાય તો છેલ્લે છેલ્લે મરનારના મોંમાં ગંગાજળ મૂકી શકાય. આ છે નદીઓ પ્રત્યેની મમતા, નદીઓ પ્રત્યે આપણે ખૂબ માનથી, અદબથી જોઇએ છીએ. નદીમાં ભક્તિભાવથી સ્નાન કરીએ છીએ. નદીમાં સ્નાન પાપનાશક માનવામાં આવ્યું છે. સરસ્વતી નદી સમુદ્રમાં ભળતી નથી તેથી લોકો તેને ‘‘કુંવારિકા’’ કહે છે. સરસ્વતી નદી જેનો વેદોમાં નિદષ કરેલો છે એ કઇ ? કયાં ગઇ એ સરસ્વતી ? અગાઉ સરસ્વતી નદી હિમાલયમાંથી નીકળી એ સમુદ્રને મળતી હતી. સરસ્વતીના કાંઠે આર્ય સંસ્કૃતિ વિકસી હતી પણ એ સરસ્વતીનું નામ નિશાન મળતું નથી. પૌરાણિક વાર્તા કાંઇક આવી છે. વડવાનલ (અગ્નિ) ને સમુદ્ર તરફ લઇ જતો હતો તે માટે ભગવાન વિષ્ણુએ વારાફરતી બધી નદીઓની પૂછી જોયું, પરંતુ આ ભયંકર વડવાનળ છતાં પવિત્ર અગ્નિ પોતાની પીઠ ઉપર મૂકી લઇ જવા સૌએ ના પાડી. આ સરસ્વતીએ પરમાત્માનું એ કામ ઉપાડી લીધું. આ પવિત્ર અગ્નિ કળીયુગમાં પાપી લોકોના સ્પર્શ થઇ જવાની બીક હતી, ત્યારે મુશ્કેલીમાંથી નિવારવા કરતાં બ્રહ્માજીએ કહ્યું કે, “જો પાપાત્માઓથી બચવું હોય તો ધરતી ઉપરથી પસાર ન થતાં તારે પાતાળ રસ્તે થઇને આ વડવાનળને પવિત્ર અગ્નિને મહાદધિમાં સામે સમુદ્રમાં લઇ જાવ, જ્યારે તને બહુ થાક લાગે અને ધરતીના અંદરના માર્ગેથી પસાર થતાં બહુ દાઝી ઉઠે ત્યારે હે પુત્રી ! તું ધરતી ફાડીને પ્રસિધ્ધ થજે.' સરસ્વતી શ્વેત વસ્ત્ર ધારણ કરી સુવર્ણ કુંભમાં વડવાનલને ધારણ કરી આ પ્રદેશ છોડીને સદાને માટે ચાલી નીકળી. ઘડીભર એ ગંગા-યમુના સાથે ગુપ્ત રીતે વહી અને છેવટે હિમાલયથી પણ
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy