SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૭૮ , પંચાસરા પાર્થપ્રભુનું પણ નામ ગૂંચ્યું છે. સં. ૧૬૫૬માં કવિ નયસુંદરે ગાયેલા “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદમાં પણ આ પાર્થ પ્રભુનો નામોલ્લેખ છે. સં. ૧૬૬૭માં કવિવર શાંતિકુશલે પણ ૧૦૮ નામ ગર્ભિત” “શ્રી ગોડી પાર્શ્વનાથ સ્તવન'માં આ પ્રભુના નામનો નિર્દેશ કરેલો છે. સં. ૧૬૮૫ના આસો માસમાં કવિ ઋષભદાસે રચેલા “હીરવિજયસૂરિ રાસ”માં શ્રી હીરવિજયસૂરિએ આ પાર્થપ્રભુને જુહાની નોંધ કરી છે. સં. ૧૬૮૯ના પોષ વદ-૧૦ને દિવસે શ્રી ગુણવિજયના શિષ્ય રચેલા “૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન'માં શ્રી પંચાસરા પાર્શ્વનાથનો પણ નામ નિર્દેશ કરેલો છે. સત્તરમી સદીમાં જ રચાયેલા રત્નકુશલ કૃત “પાર્શ્વનાથ સંખ્યા સ્તવનમાં પણ શ્રી ' પંચાસરા પાર્શ્વનાથનો નામોલ્લેખ જોવા મળે છે. - સં. ૧૭૨૧માં મેઘવિજય ઉપાધ્યાયે રચેલી “શ્રી પાર્શ્વનાથ નામમાલામાં પણ આ તીર્થનો ના નિર્દેશ થયેલો છે. સં. ૧૭૨૯માં રચાયેલી હર્ષવિજય કૃત “પાટણ ચૈત્ય પરિપાટી”માં શ્રી પંચાસરા પાર્શ્વનાથ આદિ જિનપ્રાસાદો ઉપરાંત “હીરવિહારનો” પણ ઉલ્લેખ છે. . - સં. ૧૭૪૬માં કવિ શીલવિજયે રચેલી “તીર્થમાલા”માં પણ પાટણના પંચાસરા તીર્થનો ઉલ્લેખ છે. કવિ ઉદયરત્ન સં. ૧૭૫૫માં રચેલા “અષ્ટ પ્રકારી પૂજા રાસ”માં અને સં. ૧૭૬૧માં રચેલા “મુનિપતિ રાસ”ની પ્રશસ્તિમાં પણ આ તીર્થનો ઉલ્લેખ છે. ' ૧૮મી સદીમાં કવિવર જ્ઞાનવિમલે રચેલા “૧૩૫ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન'માં અને કવિ સુખસાગરે રચેલા “વૃદ્ધિ વિજય ગણિરાસ”ની પ્રશસ્તિમાં આ પાર્થપ્રભુના નામ નિર્દેશ - સં. ૧૭૯૧માં કવિ જિનવિજયે શ્રી પંચાસરા પાર્શ્વનાથનું એક મનોહર સંસ્કૃત સ્તોત્ર રચ્યું છે. આ સ્તોત્રમાં આ પરમાત્માના બિંબ અને માહાભ્યનું મોહક વર્ણન કરેલું છે. સં. ૧૮૮૧ ફાગણ વદ-૨ના દિને પં. ઉત્તમ વિજયે ગાયેલા “શ્રી પાર્થપ્રભુનાં ૧૦૮ નામના છંદ”માં પણ આ પાર્થપ્રભુના નામનો સમાવેશ કરાયેલો છે. આ સં. ૧૮૬૬માં મુનિ દેવહ રચેલા “પાટણની ગઝલ”નામના એક વર્ણન કાવ્યમાં પણ આ મંદિરનો ઉલ્લેખ છે. સં. ૧૯૫૯માં પં. હીરાલાલે રચેલી “પત્તન જિનાલય સ્તુતિ'માં એક જ પટાંગણમાં વિદ્યમાન પંચાસરા આદિ જિનાલયનો પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy