SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ४७७ સુકૃતોનું વર્ણન કરેલું છે. તે કાવ્યના પ્રથમ સર્ગના દશમા શ્લોકમાં વનરાજે નિર્માણ કરાવેલા શ્રી પંચાસરા પાર્શ્વનાથના ઉત્તુંગ જિનપ્રાસાદની પર્વત સાથે તુલના કરી છે. આ જ કાવ્યને છેલ્લા સર્ગના એક ઉલ્લેખ મુજબ વસ્તુપાલે આ જિનપ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવીને વનરાજની વૃદ્ધ થયેલી કીર્તિને હસ્તાવલંબન આપ્યું હતું. સં. ૧૨૭૭માં વસ્તુપાલે કરેલી શત્રુંજયની સંઘયાત્રા પ્રસંગે શ્રી ઉદયપ્રભસૂરિએ રચેલા સુકૃત કીર્તિકલ્લોલિની' કાવ્યના ૧૪મા શ્લોકમાં આ ઉત્તુંગ જિન ચૈત્યની મનોહરતાનું મનોરમ્ય આલેખન છે. - આ જ કવિએ તે જ અરસામાં રચેલા “ધર્માલ્યુદય” મહાકાવ્યમાં પણ આ તીર્થનો ઉલ્લેખ કરેલો છે. આ જિનપ્રાસાદનો વસ્તુપાલે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને નાગેન્દ્રગથ્વીય આચાર્યશ્રી વિજયસેનસૂરિ આ તીર્થમાં વ્યાખ્યાનો આપતા હતાં, તે બે જાણકારી આ મહાકાવ્યમાંથી પ્રાપ્ત થાય છે. આ મંદિરમાંની આશાક મંત્રીની મૂર્તિ નીચે પ્રાપ્ત થતા શિલાલેખ અનુસાર સં. ૧૩૦૧માં આસાક મંત્રીના પુત્ર અરિસિંહે પોતાના પિતાએ આ જિનાલયનો ઉદ્ધાર કર્યાની સ્મૃતિમાં આ મૂર્તિની આ ચૈત્યમાં સ્થાપના કરી હતી. સં. ૧૩૩૪માં રચાયેલા પ્રભાચંદ્રસૂરિકૃત “પ્રભાવક ચરિત”ના “અભયદેવસૂરિ ચરિત”માં આ તીર્થની ઉત્પત્તિનું સંક્ષિપ્ત બયાન છે. સં. ૧૩૬૧માં મેરૂતુંગાચાર્યે રચેલા “પ્રબન્ધ ચિંતામણિ”નામના ગ્રંથમાં વનરાજે પોતાના ઉપકારી શ્રી શીલગુણસૂરિ પ્રત્યેની કૃતજ્ઞબુદ્ધિથી આ ચૈત્યનું નિર્માણ કરાવ્યાનો ઉલ્લેખ છે. પંદરમી સદીમાં અચલ ગચ્છીય આચાર્ય જયશેખર સૂરિએ રચેલા “પંચાસરા વિનંતી” સ્તવનમાં, વાચનાચાર્ય કીર્તિરૂએ રચેલી “શાશ્વત તીર્થમાલા''માં અને મેઘ કવિએ રચેલા “તીર્થમાલા” સ્તવનમાં શ્રી પંચાસરા પાર્થપ્રભુની સ્તુતિ કરવામાં આવી છે. સં. ૧૫૭૬માં રચાયેલી સિદ્ધિસૂરિ કૃત “પાટણ ચૈત્ય પરિપાટી”માં પણ શ્રી પંચાસરા પાર્શ્વનાથનો ઉલ્લેખ છે. સં. ૧૬૧૩માં રચાયેલી સિંધરાજ કૃત “પાટણ ચૈત્યપરિપાટી”માં એક જ પટાંગણમાં આવેલાં શ્રી પંચાસરા પાર્શ્વનાથ આદિ તત્કાલીન પાંચ જિનાલયોનો ઉલ્લેખ છે. સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિએ રચેલી “પાટણ ચૈત્ય પરિપાટીમાં પણ શ્રી પંચાસરા પાર્શ્વનાથ આદિ જિનપ્રાસાદોનો ઉલ્લેખ છે. સં. ૧૬૫રના આસો સુદ-૧૫ને બુધવારે પુંજાઋષિએ “આરામશોભાચરિત”ની પ્રશસ્તિમાં પ્રારંભે પાટણના દેવ-ગુરૂ ભક્ત શ્રાવકોના ગુણગાન કરીને શ્રી પંચાસરા પાર્શ્વનાથ આદિ પાટણના તીર્થોની સ્તુતિ કરી છે. સં. ૧૬૫૫માં કવિ પ્રેમવિજયે ગૂંથેલી “૩૬૫ પાર્શ્વજિન નામમાલા'માં તેમણે શ્રી
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy