SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ -- - યુગે યુગે પાટણની પ્રભુતા ૪૧૮ લગાવતી સ્ત્રી પરિચારીકા બેઠેલી છે. અપ્સરાનો એક હાથ અભયમુદ્રામાં છે. ડાબી બાજુના ગવાક્ષમાં બંને હાથમાં શૃંગાર-સંદૂક ધારણ કરીને અપ્સરા ઊભેલી છે. પગ પાસેના વાનરને સંદૂક તરફ કૂદતો બતાવ્યો છે. કૂબેરની યુગલ પ્રતિમા શાસ્ત્રોમાં અષ્ટ દિપાલોમાં કુબેરને ઉત્તર દિશાના દિકપાલ ગણવામાં આવે છે. તે દેવોનો ઘનાધ્યક્ષ છે. કુબેરના શાસ્ત્રીય મૂર્તિવિધાન પુરાણો ઉપરાંત અપરાજિતપૃચ્છા દેવતામૂર્તિપ્રકરણ અને રૂપમંડનમાંથી મળે છે. જેમાં કુબેરના હાથમાં અનુક્રમે ગદા, નિધિકુંભ, બીજપૂરક અને કમંડલું હોવાનું જણાવ્યું છે, અને વાહન તરીકે ગજ બતાવ્યો છે. વિષ્ણુધર્મોત્તર પુરાણમાં કુબેરના ચાર હાથ પૈકી બે હાથમાં ગદા અને શક્તિ તથા બીજા બે હાથ તેની સ્ત્રીઓ વિભવા અને વૃદ્ધિને આલિંગન આપતા બતાવવાનું વિધાન છે. અહીં ત્રીજા ગવાક્ષમાં સ્થિત પ્રતિમામાં કુબેર તેની પત્ની સાથે ઊંચા આસન પર બિરાજમાન છે. કુબેરના મસ્તકે કિરીટમુકુટ, કંઠમાં સુવર્ણહાર, મોતીના સેરનો ઉદરબંધ, હાથ અને પગમાં મોતીના અલંકારો ધારણ કરેલ છે. ચાર હાથ પૈકી જમણે નીચલો ખંડિત અને ડાબા નીચલા હાથથી પત્નીને આલિંગન આપેલ છે. ઉપલા બે હાથથી દ્રવ્યની થેલી ધારણ કરેલ છે. કુબેરના ડાબા ઉલ્લંગમાં બેઠેલા સ્ત્રી પલાંઠી વાળીને બેઠેલ છે. તેનું મસ્તક ખંડિત છે. જમણો હાથ કુબેરને આલિંગન આપતો અને ડાબા હાથનું આયુધ ખંડિત છે. આસનની આગળ વાહન ગજ બેઠેલ બતાવ્યો છે. આ પ્રતિમાની ખાસ તરી આવતી વિશેષતા એ પરિકામાં કુબેરની બેઠેલી અને ચાર હાથમાં અનુક્રમે અભય, ઉપલા બે હાથથી દ્રવ્ય થેલી પકડેલ અને ચોથા હાથમાં બીજપૂરક ધારણ કરેલ આઠ પ્રતિમાઓ દષ્ટિગોચર થાય છે. ઉપરાંત અન્ય ગવાક્ષમાં આવેલ મહાલક્ષ્મી, વિશ્વરૂપ વિષ્ણુની પ્રતિમા તથા તાંત્રિક દેવી શિલ્પો અને યોગિનીઓ, સમાતૃકાના તથા હનુમાનજીના શિલ્પો આકર્ષક છે. વાવના કૂવાની દીવાલોમાં દેવ-દેવીઓના શિલ્પો તથા શેષશાયી વિષ્ણુનું ઉત્કૃષ્ટ શિલ્પ પ્રવાસીને દિગમૂઢ બનાવી દે છે. પ્રવાસી દર્શકોને સ્તબ્ધ બનાવી દેતા અપ્સરાઓના વિધિ શિલ્પો છે. નૃત્યના આરંભ પૂર્વે પગમાં ઝાંઝર બાંધતી સ્ત્રીની શૃંગાર મુગ્ધતા અને નિર્દભ અભિનયનું આકર્ષણ તરત જ આગંતુકની આંખને અનિમેષ કરી દે છે. સ્નાન કરી બહાર આવતી નારીની લહેરાતી કેશલતામાંથી ટપકતાં જલબિંદુઓને મોતી સમજી હંસ પોતાના મોઢામાં ઝીલે છે. પોતાના આ દશ્યને નિહાળીને સ્તબ્ધ થયેલ યૌવના પ્રવાસી દર્શકોને પણ સ્તબ્ધ બનાવી દે છે. નિર્વસ્ત્ર યૌવના પોતાના હાથથી શરીરના અંગો ઢાકવા મથે છે. નીચે ઊભેલ પરિચારિકાએ યૌવન તરફ લંબાવેલ સ્કાર્ફ સૂચક છે. ઉપરાંત પત્રલેખિની, દર્પણ કન્યા, અંજન શલાકાથી આંખમાં સૂરમો આંજતી યૌવનાઓની કૌમાર્યપૂર્ણ દેહલત્તા અને પ્રસન્ન મુખભાવ દ્વારા સ્ત્રી-પુરુષની આદિકાળથી ચાલી આવતી સંસોર યાત્રાના આ વાવમાં પડઘા સંભળાય છે. શિલ્પશાસ્ત્રમાં નારી જીવનને વિવિધ પાસાઓને મા, મિત્ર, માર્ગદર્શક અને શિક્ષિકાના રૂપમાં
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy