SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૧૭ ચાર હાથ પૈકી નીચલા જમણામાં પદ્મકળી, ઉપલા જમણા હાથનું આયુધ ખંડિત છે. ડાબા ઉપલા - હાથમાં ચક અને ડાબા નીચલા હાથથી લક્ષ્મીજીને આલિંગન આપેલ છે. લક્ષ્મીના મસ્તકે કિરીટ મુકુટ, કાનમાં કુંડલ અને વિવિધ અલંકરણો ધારણ કરેલ છે. લક્ષ્મીજીના બે હાથ પૈકી જમણા હાથે નારાયણને આલિંગન આપેલ છે. અને ડાબા હાથમાં શંખ ધારણ કરેલ છે. જે નોંધપાત્ર છે. આસનની આગળ માનવરૂપ ગરુડ બંને કરમાં નારાયણના પગ ગ્રહીને ઊડતા હોવાનો ભાવ દર્શાવેલ છે. પરિકરમાં દશાવતારની આકૃતિઓ નજરે પડે છે. આ ગવાક્ષની ડાબી બાજુ સ્ત્રી (યોગિની?) આકૃતિ ઊભેલી છે તેનો ડાબો હાથ મસ્તક ઉપર કરી મુદ્રામાં છે અને જમણા હાથમાં કપાલ ધારણ કરેલ છે. સ્ત્રીના પગ પાછળ શ્વાન ઊભેલ છે. શકિત-ગણેશ - ગણપતિની પ્રતિમાઓના કેટલાક પ્રકારોમાં શક્તિ સાથેની તેની મૂર્તિઓ પણ મળે છે. આ પ્રકારની મૂર્તિઓનાં સ્વરૂપ વિશે કેટલાક ગ્રંથોમાં તેનું વર્ણન જોવા મળે છે. મંત્ર મહોદધિ''માં ગણેશની શક્તિ તરીકે લક્ષ્મીને બતાવ્યાં છે. અહીં ગણપતિને ત્રિનેત્ર, ચાર હાથમાં દંત, ચક અભયમુદ્રા અને ચોથો હાથ લક્ષ્મીને પાછળથી ટેકવતો હશે, લક્ષ્મી દેવીના શિલ્પમાં એક હાથ વડે ગણેશનેભેટતા અને બીજા હાથમાં કમળ હોય છે. - ઉત્તરકામિકાગમમાં આ યુગલ સ્વરૂપનું વિગતે વર્ણન મળે છે. જેમાં ગણપતિને બેઠેલા, ચતુર્ભુજમાં પાશ, અંકુશ, શેરડીનો ટુકડો કે મોદક અને ચોથો હાથ દેવીની કમરને પાછળથી પકડેલો કે ગુહ્યાંગોને સ્પર્શતો બતાવવાનું વિધાન છે. ગણપતિના ખોળામાં બેઠેલ દેવી અલંકારોથી વિભૂષિત છે. દેવીનું નામ વિનેશ્વરી જણાવ્યું છે. દેવીનો જમણો હાથ ગણપતિને આલિંગન આપતો અને ડાબા હાથમાં કમળ હોય છે. આ વાવની ઉત્તર તરફની દીવાલના પશ્ચિમ ભાગમાં ચોથા પડથારમાં આવેલ ગવાક્ષમાં પ્રથમ શક્તિ-ગણેશ, મહાલક્ષ્મી અને કુબેરની યુગલ પ્રતિમાઓ આવેલી છે. પ્રથમ ગવાક્ષમાં શકિત-ગણેશની સપરિકર પ્રતિમા આવેલી છે. જેમાં ગોળ આસન પર ગણપતિ જમણો પગ લટકતો રાખી બેઠેલ છે. ડાબા ઉત્સંગમાં દેવી ડાબો પગ લટકતો રાખી બેઠેલ છે. ગણપતિના મસ્તકે સુવર્ણમુકુટ છે. સૂંઢનો ભાગ ખંડિત છે, કંઠમાં મોટી પાંદડીયુક્ત હાર છે. સુવર્ણનો ઉદરબંધ છે. વિશાળ પટ પર સર્પબંધ છે. હાથ અને પગમાં મોટા અલંકૃત કલ્લાં ધારણ કરેલ છે. ચાર હાથમાં અનુક્રમે દંત, પરશુ, પદ્મ અને દેવીને કમરથી આલિંગન આપતાં બતાવ્યાં છે. દેવીએ મસ્તકે કિરીટમુકુટ અને શરીર પર અલંકારો ધારણ કરેલ છે. દેવીનો જમણો હાથ ગણપતિને આલિંગન આપતો અને ડાબા હાથમાં સનાળ પદ્મ ધારણ કરેલું સ્પષ્ટ નજરે પડે છે. આસનની આગળ મોદકપાત્ર રાખેલું છે. જેમાંથી લાડુ આરોગતા મૂષકનું શિલ્પ ધ્યાનાકર્ષક છે. પરિકરમાં દશાવતારનાં શિલ્પો જોઈ શકાય છે. આ ગવાક્ષની જમણી બાજુ પગને આંટી મારીને ઊભેલ સ્ત્રીના ડાબા પગ પર અળગો
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy