SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ४०६ મન્દિરની ભીંતરમાં ચણાયેલો મળ્યો છે. વસ્તુપાલના પૂર્વજોનું નામ કોતરેલા બે આરસના થાંભલાઓ પાટણમાં જુના કાલિકા માતાના મંદિરના બાંધકામમાં છે તથા વસ્તુપાલનાં સત્કૃત્યોની પ્રશસ્તિરૂપે ઉદયપ્રભસૂરિએ લખેલ ‘સુશ્રુતકીર્તિકલ્લોલની' કાવ્યમાંનો એક શ્લોક કોતરેલી કુંભી ડૉ. પંડયાઅભ્યાસગૃહના સંગ્રહાલયમાં છે; તે થાંભલા અને કુંભી તેમનાં રહેવાનાં મકાનોનાં જ અવશેષો હોવાં જોઇએ. આબુ ઉપર અદ્ભુત કલામય મંદિરો બાંધનાર વિમળ કે વસ્તુપાલનાં પોતાનાં મહાલયો કંઈ સાધારણ કોટિનાં નહીં જ હોય. પણ સદીઓ સુધી પાટણની પથ્થરની ખાણ તરીકે ઉપયોગ થયો હોય ત્યાં બાકી શું રહે? “મિરાતે અહમદી'નો કર્તા લખે છે કે અમદાવાદ તથા બીજાં સ્થળોએ બધો જ પથ્થર પાટણમાંથી લાવવામાં આવ્યો હતો. નવા પાટણનો કોટ, કાળકામાતાનું વિશાળ મંદિર અને વિકમને ઓગણીસમા સૈકાની બારોટની વાવ જૂના પાટણના પથ્થરોથી બંધાયેલ છે. કોટમાં પણ કોતરણીવાળી શિલાઓ અને કલામય મૂર્તિઓ અવળી-સવળી ચણી લીધેલી છે એ એક ગ્લાનિકારક દશ્ય છે. પાટણમાં બહારનો પથ્થર માત્ર ચાલીસેક વર્ષથી જ આવવો શરૂ થયો છે, એટલે એનાં મકાનોમાં પણ મોટે ભાગે જૂના પથ્થર વપરાયો છે. આ પુરાતન અવશેષોના પથ્થર કાઢી જવા માટે દર વર્ષે ઇજારો આપવામાં આવતો અને ઇજારાપદ્ધતિ બંધ થયા પછી પણ પથ્થરો કાઢી જવાનું ચાલુ જ રહ્યું હતું. 'મિરાતે અહમદી'ના કર્તાએ પાટણની આજુબાજુ માઇલો સુધી પથ્થરોના ઢગલા જયેલા; એમાંનું પણ આજે કંઇ નથી. માત્ર સવાસો વર્ષ ઉપર કર્નલ ટૉડે ભવ્ય તોરણ અને નકશીકામવાળા દરવાજા જોયા હતા તે હાલ નથી. એટલું જ નહિ, પણ આ અવશેષો કયે સ્થળે હતા તેની કોઈને માહિતી નથી! રાણીની વાવામાં કૂવાને સામે છેડે પથ્થરના સ્તંભો હોવાનું બર્જેસે લખ્યું છે, તે પણ હાલ નથી. પાટણ એક રેતાળ પ્રદેશમાં આવેલું છે અને તેની આસપાસ ક્યાંય પથ્થરની ખાણ નથી, છતાં જે કાળે ગાડાં સિવાય ભારવાહનનાં બીજાં કોઈ સાધનો નહોતાં ત્યારે પથ્થરોનો આ લગભગ અખૂટ જથ્થો અહીં ખેંચી લાવવા માટે જે ધર્મશ્રદ્ધાએ પ્રેરણા આપી હશે અને એની પાછળ જે પ્રચંડ પ્રયત્ન ચાલુ રહ્યો હશે તેની માત્ર કલ્પના જ કરવાની રહે છે. , પાટણના ગત ગૌરવનો એક માત્ર અભગ્ન અવશેષ તે એના હસ્તલિખિત ગ્રંથભંડારો છે. આ ગ્રંથભંડારોની પરંપરા તો ઠેઠ વલભીપુર અને શ્રીમાલથી ચાલી આવે છે. માલવાની સારસ્વત સમૃદ્ધિા ઉપરથી પ્રેરણા લઇ સિદ્ધરાજ અને કુમારપાલે રાજકીય ગ્રંથ ભંડારો સ્થાપ્યા હતા અને વસ્તુપાલે પણ કરોડો રૂપિયાનો ખર્ચે ગ્રંથાલયો સ્થાપ્યાં હોવાની હકીકત મળે છે વસ્તુપાલના હસ્તાક્ષરોમાં લખાયેલી ઉદયપ્રભસૂરિકૃત 'ધર્માલ્યુદય” કાવ્યની એકમાત્ર તાડપત્રની પ્રત (જે હાલ ખંભાતમાં છે) સિવાય એ ભંડારોમાંનું કોઈ પુસ્તક હાલમાં મળતું નથી; છતાં વિકમની બારમી સદીથી માંડી ઓગણીસમી શતાબ્દી સુધી લખાયેલાં અનેક વિષયોનાં અને સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી ઇત્યાદિ ભાષાઓનાં હજારો પુસ્તકો પાટણમાં છે. સેંકડો વર્ષોથી વિદ્વતપરંપરાની સંચિત કમાણી એમાં ભરી છે. પણ આવા ગ્રંથભંડારો પાટણમાં છે એની ખબર પણ પાટણના નાગરિકો પૈકી ઘણા ઓછાને છે. તર્ક લક્ષણ અને સાહિત્યરૂપી ‘વિધાત્રયી' ના પારગામી શ્રીપાલ અને વિજયપાલ, વાલ્મટ અને વસ્તુપાલ, યશપાલ અને અરિસિંહ, સોમેશ્વર અને ગણપતિ વ્યાસની પરંપરા
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy