SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૫ યુગે યુગે પાટણની પ્રભુતા ‘કાદંબરી’નો ગુજરાતી પદ્યાનુવાદ કરવાનું દુઃસાહસ સફળ રીતે ખેડનાર સુપ્રસિદ્ધ કવિ ભાલણ તથા તેનો પુત્રો ઉદ્ભવ અને વિષ્ણુદાસ સોળમાં શતકમાં પાટણમાં થઇ ગયા. અઢારમાં શતકના પૂર્વાર્ધમાં અનેક ભક્તિરસપૂર્ણ આખ્યાનો રચનાર વૈષ્ણવ કવિ વિશ્વનાથ જાની અને એ જ શતકના ઉત્તરાર્ધમાં ‘ફતુહાતે આલમગીરી’ (આલમગીરીના વિજયો નામનો સુપ્રસિદ્ધ ફારસી ઇતિહાસગ્રંથ લખનાર તથા, દુર્ગાદાસ રાઠોડ અને ઔરંગઝેબ વચ્ચે સુલેહ કરાવનાર ઇશ્વરદાસ નાગર પાટણના હતા. જૈન કવિઓની વિપુલ સાહિત્યપ્રવૃત્તિ પણ ચાલુ જ હતી. પણ પૂર્વકાલીન ગૌરવનો લોપ થતાં સાહિત્ય રચનામાંયે ઉત્સાહ અને આત્મભાનની માત્રા ઓછી જ જણાય છે. શ્રી મુનશી, શ્રી ચૂનીલાલ શાહ અથવા શ્રી ધૂમકેતુની નવલકથાઓ વાંચીને કોઇ આજે પાટણ જોવા આવે તો જરૂર નિરાશ થાય. પ્રાચીન પાટણના અવશેષોમાં આજે રાજગઢના કોટનો થોડોક ભાગ, ‘રાણીના મહેલ' નામથી ઓળખાતો ટેકરો તથા ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ બંધાવેલ ‘રાણીવાવાનાં હાડ' સિવાય બીજું કંઇ ખાસ બાકી રહ્યું નથી. સહસ્રલિંગ સરોવરનો એક પણ પથ્થર તે જગાએ ખોદકામ થયું તે પૂર્વે દેખાતો નહોતો મહેસાણા-કાકોશી રેલ્વે સરોવરની લગભગ મધ્યમાં થઇને જાય છે. સરસ્વતી નદીના પટમાં આવેલ શેખ ફરીદની દરગાહ તથા નદીને સામે કાંઠે આવેલી બાવા હાજીની દરગાહ કોઇ જૂના હિન્દુ કે જૈન મંદિરનું સ્વરૂપાન્તર હોય એમ જણાય છે. કનસડા દરવાજા બહાર આવેલી પીર મુખ્યમશાહની દરગાહ એ મૂળ હેમચન્દ્રાચાર્યનો ઉપાશ્રય હતો એમ કહેવાય છે. મુસ્લિમકાળનાં બીજાં સુંદર બાંધકામોમાં શેખ જોધની વિશાળ મસ્જિદ શહેરના મધ્યમાં આવેલી ગુમડા મસ્જિદ, અને અકબરના સુબા ખાન અઝીઝ કોકાએ બાંધેલું ખાનસરોવર એ ખાસ ધ્યાન ખેંચે છે. અકબરના રાજ્યકાળમાં સં. ૧૬૫૨માં બંધાયેલું વાડીપાર્શ્વનાથનું જૈન મંદિર, તેમાંના અદ્ભુત કોતરણીવાળા લાકડકામને લીધે, પાટણના પ્રત્યેક પ્રવાસીને દર્શન માટે આકર્ષે છે. વનરાજ ચાવડાએ બંધાવેલું પંચાસરા પાર્શ્વનાથનું મંદિર અનેક જીર્ણોદ્ધાર થતાં થતાં આજ સુધી ટકી રહ્યું છે અને આજે વળી તેનો એક નવીન જીર્ણોદ્ધાર થઇ રહ્યો છે. જો કે એ મંદિર વનરાજે હાલના સ્થાન ઉપર બાંધ્યું હશે કે જૂના પાટણમાંથી મૂર્તિ લાવીને હાલના સ્થળે તેની પુ:નપ્રતિષ્ઠા કરવામાં આવી હશે એ એક પ્રશ્ન છે. પરંતુ, પાટણના મહારાજાઓ અને ધનિકોએ બાંધેલાં અનેક મહાલયો અને મંદિરોનો આજે ક્યાંયે પત્તો નથી વનરાજનાં કંટેશ્વરીપ્રાસાદ, અણહિલેશ્વર નિકેતન અને ધવલગૃહ, યોગરાજનું યોગેશ્વરીનું મંદિર, ભૂયડેશ્વર પ્રાસાદ, મૂળરાજ વસહિકા અને ત્રિમૂર્તિ પ્રાસાદ, ચામુંડનાં, ચંદનનાથનાં અને ચાચિણેશ્વરનાં મંદિર, દુર્લભરાજનાં રાજમદનશંકર, દુર્લભસરોવર, વીરપ્રાસાદ, ભીમદેવનો ત્રિપુરુષપ્રાસાદ, ભીમેશ્વરનું અને ભીરુઆણીનું મંદિર, કર્ણદેવનો કર્ણમેરુ પ્રાસાદ, સિદ્ધરાજનો કીર્તિસ્તંભ અને સહસ્રલિંગના તીરે બાંધેલા અનેક સત્રાગારો અને વિદ્યામઠો, હેમચન્દ્રના શિષ્ય રામચન્દ્રે પોતાના ‘કુમારવિહારશતક’માં અમર બનાવેલો કુમારપાલનો કુમારવિહાર અને બીજાં અનેક મંદિરોનો કે વિમળશા અને વસ્તુપાલ-તેજપાલ જેવા કોટયાધીશોના મહેલોનો ક્યાંય પત્તો પણ નથી. સિદ્ધરાજના કીર્તિસ્તંભ ઉપરની ‘સહસ્રલિંગ સરોવર પ્રશસ્તિ'નો માત્ર એક નાનો ટુકડો પાટણમાં વીજળકૂવાના મહાદેવના
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy