SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૯૩ શતાબ્દોમાં પણ ચાલુ રહ્યું છે..‘એટલે વાસણદાય યાદવરાયના પર્યાય તરીકે રાઘવરાય વાપરે છે. * (પૃ.૧૪-૧૫)એ મુજબ ભાલણ પણ કૃષ્ણના પર્યાયરૂપે અહીં રાઘવ, રઘુનાથ પ્રયોજતાં દષ્ટિગોચર થાય છે. દશમસ્કંધમાં વચ્ચે ૩૨૬ થી ૩૪૬ પદ-કડવાં સુધી ‘રુકમણી વિવાહ', ૩૪૭ થી ૩૬૬ કમ સુધી “સત્યભામાવિવાહ', ૩૯૪ થી ૪૧૪ કમ સુધી “ઓખાહરણ” અને ૪૫૯ થી ૪૬૮ ક્રમમાં ‘સુદામાચરિત્રનું કથાનક છે. આ સ્વતંત્ર કથાનકવાળી રચનાઓમાં “સત્ય ભામાવિવાહ' અને મૂળ દશમસ્કંધમાં “કમાણી વિવાહમાં તો આરંભ અને અંત પણ અલગ રીતે રચેલ હશે અને અહીં સંકલિત કરીને પ્રસ્તુત કરાઇ હશે એવા કે.કા. શાસ્ત્રીના તર્ક સાથે સહમત થવા જેવું છે. સળંગ કૃતિ તરીકે ઇ.સ. ૧૯૫૫માં હરગોવિંદદાસ કાંટાવાળાએ સંકલિત-સંપાદિત કરીને દશમસ્કંધ' નામે પ્રકાશિત કરી છે. - ભાલણની કથાને નિરૂપવાની કળાશક્તિનો પરિચય કરાવતી આ રચના મધ્યકાલીન ગુજરાતીમાં કૃષ્ણચરિત્ર નિરૂપણની દષ્ટિએ અત્યંત મહત્ત્વની છે. વાત્સલ્ય, શૃંગાર, વિરહ અને પ્રણયભાવોનું નિરૂપણ તથા રાગ, ઢાળ અને અલંકાર યોજનામાં ભાલણની વિષયને રસપ્રદ રીતે પ્રયોજવાની શક્તિમત્તાનું દર્શન થાય છે. પદબંધની રચનાઓ (૧૪) “રામબાલચરિતનાં પદો' રામની બાળલીલા, માતૃવાત્સલ્ય અને રામ પરત્વેની ભક્તિ ભાલણને પ્રગટ કરતાં આ પદો મધ્યકાલીન ગુજરાતીમાં જ કૃષ્ણ લીલાનાં પદો મળે છે. એ પરંપરાનાં જણાય છે. નિદ્રાધીન રામનું વર્ણન અને ચાલતાં શીખી રહેલા રામનું વર્ણન પ્રભાવક રીતે થયું હોઈ આ પદોની ભાલણની વર્ણનકલાશક્તિનાં પરિચાયક પદો તરીકે ઓળખાવી શકાય. કુલ ૩૧ પદો જેઠાલાલ ત્રિવેદીએ ‘ભાલણનાં પદ' (બી.આ. ઇ.સ. ૧૯૭૨)માં સંપાદિત કરીને પ્રસ્તુત ભાલણનાં ૪૦ પદો મળે છે. • ' પણ ૪૧મું પદ જેઠાલાલ ત્રિવેદીએ ભાલણના નામે રચીને પ્રસ્તુત કરેલ છે. (૧૫) પ્રકીર્ણ પદો' કેટલાંક ભાલણની નામછાપવાળાં છૂટક પદો પણ પ્રાપ્ત થયાં છે. રેટિયાનું પદ', “ભાલણ, ઉદ્ધવ અને ભીમમાં તથા બીજાં કેટલાંક પદો ધીરુભાઈ દોશીએ” ‘ભાલણનાં ભાવગીતો'માં પ્રકાશિત કર્યા છે. આ બધી કૃતિઓનો આછો પરિચય મેળવ્યો, એના સંદર્ભો પણ સાથે મૂક્યા છે. ભાલણની અવનવા વિષયોને સૂઝથી નિરૂપવાની શક્તિનો એમાંથી પરિચય મળે છે. ભાલણનું કવન ખરા અર્થમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એક મહત્વના પરિબળ સમાન જણાય છે. આવા મહત્ત્વના મધ્યકાલીન સર્જનકના જીવન કવનના આકલન દ્વારા ખરી તથ્યપૂર્ણ વિગતો પ્રસ્તુત થઇ શકી. (ગુજરાતી સાહિત્ય પરિષદ ૪૧મું અધિવેશન : સ્મરણિકા માંથી સાભાર)
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy