SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૮૭ નથી અને ગુરુ-શિષ્યની શૈલી એક ન પણ હોય. નારાયણ ભારતીની વિગતોમાંથી આ આખી ચરિત્ર અને સમયવિષયક ચર્ચા ઉદ્ભવી છે. આપણે આગળ નોંધ્યું કે ભાલણ એ જ પુરુષોત્તમ એવું માનવા માટે જે પુરાવારૂપ સામગ્રી છે એ જ સંશયગ્રસ્ત છે. શ્રી જેઠાલાલ ત્રિવેદી પુરુષોત્તમ (ભાલણ) ભીમનો ગુરુ હોઇ શકે એ માટે દલીલો કરે છે પણ આ પુરુષોત્તમ એ જ ભાલણ એમ સ્વીકારવા માટે કોઇ શ્રદ્ધેય પ્રમાણો ઉપલબ્ધ નથી એટલે જેઠાલાલ ત્રિવેદીનો આ તર્ક ખોટા પાયા ઉપર ચણેલી ઇમારત સમાન છે. પાયાની સામગ્રી જ વિશ્વસનીય નથી પછી આ પ્રકારનાં આનુમાનિક વિધાનો કરીને શ્રી કે.કા. શાસ્ત્રીનાં વિધાનોનું ખંડન કરવાનો કશો જ અર્થ નથી રહેતો વળી બીજો પ્રશ્ન એ કે, ભાલણના પુત્રો ભીમના સમકાલીન છે. તેઓ તો ‘ભાલણસુત’ એમ જ ઉલ્લેખ કરે છે, પુરુષોત્તમદાસ એમ નહીં; જ્યારે એમનો સમકાલીન ભીમ, ભાલણ માટે ‘પુરુષોત્તમ’ એવો ઉલ્લેખ કરે એવું કેમ માની શકાય ? માટે ભાલણને હું પુરુષોત્તમ નામધારી વ્યક્તિ તરીકે સ્વીકારતો નથી. શ્રી કે.કા. શાસ્ત્રીએ ભાલણનો (સમય) કવનકાળ સૂચવવા માટે જે ચાર દલીલો કરેલ તેનું પણ શ્રી જેઠાલાલ ત્રિવેદીએ ખંડન કરેલ છે, તે જોઇએ : (૧) વિષ્ણુદાસ, ઉદ્ભવથી નાનો છે અને એ નાનો પુત્ર પિતાની જન્મશતાબ્દી વટાવી જાય એ શક્ય છે. (૨) ઇ.સ. ૧૪૭૯માં જન્મેલ વલ્લભાચાર્યજીની મંડળી અને ઇ.સ. ૧૪૮૪માં જન્મ પામેલી સુરદાસની કવિતા ઇ.સ. ૧૪૯૪થી ૧૫૧૯ વચ્ચે ભાલણ પર અસર પાડે એ સંભવિત જ નથી. વ્રજભાષાનાં પદો ભાલણ પછીની ૨૦૦ વર્ષ જૂની હસ્તપ્રતમાં મળે છે એથી એને ક્ષેપક ગણવા જોઇએ. વળી ભાલણમાં સુરદાસની કે અન્ય અસર જોવા કરતાં એને ક્ષેપક ગણવા જોઇએ. વળી ભાલણમાં સુરદાસની કે અન્યની અસર જોવા કરતાં એને સ્વયં ભાગવતની જ અસર ગણવી જોઇએ. કારણ કે સુરદાસ અને ભાલણની ગંગોત્રી શ્રીમદ્ ભાગવત છે. (૩) ‘વલ્લભાચાર્યજી ચરિત્ર' ગ્રંથને આધારે જ જેઠાલાલ ત્રિવેદી જણાવે છે કે, ઇ.સ. ૧૨૨૦માં જેને અધિકારીપદ મળ્યું તે કૃષ્ણદાસ પછીથી વ્રજમાં સ્થિર થયેલા એટલે કૃષ્ણદાસ ભાલણસુતના સમકાલીન ઠરે. આમ કૃષ્ણદાસજી વિઠ્ઠલનાથજીના સમકાલીન અને વલ્લભાચાર્યજીના લઘુસમવયસ્ક હોવાનું જણાય છે. આથી ભાલણની કવિતાની અસર કૃષ્ણદાસ ઉપર થઇ હોય અને ગુજરાતી કવિ કૃષ્ણદાસ ભાલણના રાગ ‘નટ નારાયણ’ નું અનુસરણ લઇને વ્રજમાં ગયા હોય એ શક્ય છે. (૪) નરસિંહ જાણે કડવા બંધનો કવિ હોય તેમ તેણે તે બંધ સ્થાપવા પ્રયાસ કર્યો હોય અને પૂરો ન સ્થાપી શક્યો હોય એવું વિધાન ભ્રમજનક છે. ખરી વાત તો એ છે કે, ભક્તને પદપદ્ધતિ જ વધુ ફાવે. ભક્તહૃદયની ઊર્મિઓ, ભાવો અને સંવેદનોને પ્રગટ કરવા માટે ભક્ત પદને વાહન બનાવે. આખ્યાનપદ્ધતિ એનાથી જુદા જ પ્રકારની છે એટલે પદોનું ઝૂમખું અને આખ્યાનને અલગ સ્વરૂપ માનવાં જોઇએ. ભક્તકવિને પદ ભાવે છે અને તેનામાં આખ્યાનના બીજની અને ભાલણનો પુરોગામી
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy