SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૮૬ ર.. મોદીના વિધાનોનો નિરાધાર ઠેરવવા માટે શ્રી કે.કા.શાસ્ત્રી આવી દલીલો પ્રસ્તુત કરે છે અને પછી કેટલાક નવા મુદ્દાઓ આપીને પોતાના તરફથી (સમય) કવનકાળ ઈ.સ. ૧૫૦૦ સૂચવે છે અને એ માટે પણ ચારેક દલીલો પ્રસ્તુત કરે છે. (૧) ભાલણસુત વિષ્ણુદાસના ‘રામાયણ’ના ઉત્તરકાંડના ઇ.સ. ૧૫૧૯ અને ભાલણનું જન્મ વર્ષ ઈ.સ. ૧૪૦પ બેસતું નથી. વચ્ચે ૧૧૪ વર્ષનો ગાળો પડે છે. (૨) વ્રજ ભાષાનાં પાંચ પદો ભાલણના દશમસ્કંધ'માં મળે છે તે ઇ.સ. ૧૪૯૪માં જેમણે કાવ્યરચના શરૂ કરેલી તે સુરદાસ અને પરમાનંદદાસ સાથે સામ્ય ધરાવે છે. એટલે ઇ.સ. ૧૪૮૮ પહેલા જો ભાલણને મૂકીએ તો ભાલણ વ્રજભાષાનો આદિકવિ ગણાય. જ્યારે એ યશ તો અષ્ટછાપના ધુરંધર, કુંભનદાસ, સુરદાસ વગેરેનો જ અબાધિત છે, એટલે ભાલણને એ કવિઓનો સમકાલીન માનવો અનિવાર્ય થઇ પડે છે. (૩) કૃષ્ણદાસના પદોમાં નટનારાયણ જેવા અઘરા રાગના પદો મળે છે. એ જ રાગનાં પદો * ભાલણના “દશમસ્કંધ'માં પણ જોવા મળે છે. (૪) નરસિંહની કૃતિઓમાં પૂરો સ્થાપિત નહીં થયેલો કડવાબંધ ભાલણના હાથે પ્રતિષ્ઠા પામે છે. આમ કે.કા. શાસ્ત્રી ભાલણનો જીવનકાળ નિર્દેશવાને બદલે કવનકાળ નિર્દેશ છે એ સાચું પરંતુ આ કવનકાળ નિર્દેશવા માટે ખપમાં લીધેલા તર્ક અધિકારો વ્રજભાષાનાં ભાલણના પદો અને નટનારાયણ રાગ ઇત્યાદિ સ્પષ્ટ રચના સમયની છાપ ધરાવતા નથી એટલે ઇ.સ. ૧૫૦૦ થી ઇ.સ. ૧૫૫૦ વાળો કે.કા. શાસ્ત્રી નિર્દિષ્ટ કવનકાળ નર્યો અનુમાનમૂલક લાગે છે. જેઠાલાલ ત્રિવેદી : શ્રી જેઠાલાલ ત્રિવેદી, રા.ચુ. મોદીવાળો (સમય) જીવનકાળ સ્વીકારવાના મતના હોઇ કે.કા.શાસ્ત્રીએ રા.ચુ. મોદીવાળા જીવનકાળને અમાન્ય ઠરાવવા માટે જે દલીલો કરેલી તેનું, અને કે.કા.શાસ્ત્રીએ સૂચવેલ (સમય) કવનકાળ માટેની દલીલોનું પણ તેઓ ખંડન કરે છે. રા:ચુ. મોદી કથિત જીવનકાળ આમ જેઠાલાલ ત્રિવેદી દ્વારા પુનઃસ્થાપિત થાય છે, એ માટેની એમની દલીલો જોઇએ ? (૧) પાછળથી પતરામાં નામ કોતરાયેલું હોય એવું બને, કારણ કે કેટલાંક સમય પછી શિષ્યોને એમ લાગે કે, આપણા ગુરુનું નામ કોતરાવીએ અને એમ કોતરાવાયું હોય. ગુરુ જીવીત હોય કે સુરતનો શિષ્ય હોય એને નામ કોતરાવવું જરૂરી ન પણ લાગ્યું હોય. ભીમ પાટણની નજીકના સિદ્ધપુરનો વતની હતો એટલે એ ભાલણનો (પુરુષોત્તમનો) શિષ્ય હોય. ભાલણ વેદાન્તી છે એવું તો એના શિષ્ય ભીમ સૂચવે છે એટલે અહીં એને ભીમની ગુરુભકિતનું દર્શન ગણી શકાય. ગુરૂમાં વેદાન્ત જ્ઞાન ન હોય તો પણ શિષ્ય એવું ભક્તિભાવથી માને એ શક્ય છે. (૪) ગુરુ અને શિષ્યની શૈલી જુદી જ હોય એવું બને, કારણ કે ભીમ કંઇ એનો અંતેવાસી શિષ્ય (૨)
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy